તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Saturday, 25th October 2025
વેરાવળ, સુત્રાપાડા અને પ્રાચી આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ
ખાંભા, ઘંટીયા, પ્રાચી, ટીંબી અને કાજલી સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતા વધી

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા અને પ્રાચી આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ વરસ્યો છે. ગીર વિસ્તારના અનેક ગામોમાં વાતાવરણમાં પલટો. ખાંભા, ઘંટીયા, પ્રાચી, ટીંબી અને કાજલી સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતા વધી છે. અચાનક પડેલા આ વરસાદથી ખેતરમાં ઉભી મગફળી અને અન્ય પાકને નુકસાન થવાની ભીતિ વ્યકત થઈ રહી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમ્યાન હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
