News of Saturday, 25th October 2025
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા : સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે
રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન કમોસમી વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી

અમદાવાદ : રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન કમોસમી વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં લો-પ્રેશર સર્જાતા હવામાનમાં બદલાવ આવવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ નવેમ્બર માસની શરૂઆતમાં પણ ભારે વરસાદની શક્યતા જણાઈ રહી છે, જ્યારે 18 નવેમ્બર બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
