<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો: ગોધરા અને શહેરાના ગ્રામ વિસ્તારોમાં વરસાદ પડ્યો

ડાંગરની ખરીદી સમયે વરસાદ શરૂ થતા કાંકણપુર APMCમાં દોડધામ મચી: માર્કેટ યાર્ડમાંથી જણસી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી

પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો. ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ડાંગરની ખરીદી સમયે વરસાદ શરૂ થતા કાંકણપુર APMCમાં દોડધામ મચી ગઈ હતી. માર્કેટ યાર્ડમાંથી જણસી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હતી, 

પંચમહાલના શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાનો માર પડ્યો છે. શહેરા તાલુકાના મોરવા રેણા, માતરીયા વ્યાસ, ગાગડીયા, મીરાપુર સદનપુર, સરાડીયા,ધામણોદ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. એક તરફ ખેતરમાંથી ડાંગરનો પાક તૈયાર થઈ રહ્યો છે અને બીજી તરફ વરસાદ વરસતા ડાંગર પકવતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે.

(8:47 PM IST)