News of Sunday, 26th October 2025
દાહોદ જિલ્લાના વાતાવરણમાં એકાએક મોટો પલટો: ઝાલોદ નગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ
ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થતાં રસ્તાઓ પલળી ગયા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે દાહોદ જિલ્લાના વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો છે. જિલ્લાના ઝાલોદ નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થતાં રસ્તાઓ પલળી ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. થોડા દિવસોથી ગરમી અને બફારાનો અનુભવ કરી રહેલા દાહોદવાસીઓને ધીમી ધારે વરસેલા આ વરસાદથી થોડી રાહત અને ઠંડકનો અહેસાસ થયો હતો.
વરસાદના કારણે ઝાલોદ નગરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. જેનાથી વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. હાલમાં ખેતરોમાં ઊભો પાક તૈયાર થઈ ગયો છે અથવા લણણીના આરે છે. આ સમયે અણધાર્યો વરસાદ પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને તૈયાર પાક પલળી જાય તો તેની ગુણવત્તા બગડે છે અને ઉત્પાદન પર સીધી અસર થાય છે.
જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ છે. હવામાન વિભાગે હજી પણ કમોસમી વરસાદની આગાહી જાળવી રાખી છે. જેના પગલે ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ એવી માંગણી કરવામાં આવી છે કે જો વરસાદથી પાકને નુકસાન થાય તો તેનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને યોગ્ય સહાય પૂરી પાડવામાં આવે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
