<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

વડોદરા એરપોર્ટ પર આજથી વિન્ટર શિડ્યૂલનો અમલ: ફ્લાઇટની સંખ્યા વધીને ૧૫ થઈ, ચેન્નાઈ માટે નવી સેવા શરૂ

ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દૈનિક દિલ્હી ફ્લાઇટ ઉમેરાઈ; મુસાફરોની અવરજવર ૩,૫૦૦ને પાર, વિદેશી ફ્લાઇટને રૂ.૧ લાખનું રિબેટ.

વડોદરા: વડોદરાના હરણી સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજથી વિન્ટર શિડ્યૂલ અમલમાં આવ્યો છે, જે શહેરના મુસાફરો માટે સારા સમાચાર લઈને આવ્યો છે. નવા શિડ્યૂલ મુજબ, એરપોર્ટ પર દૈનિક ફ્લાઇટની સંખ્યા ૧૦-૧૨ થી વધીને ૧૫ ફ્લાઇટ સુધી પહોંચી જશે.
વડોદરા એરપોર્ટ ડાયરેક્ટર એમ. એસ. આઈ. દાઉદે જણાવ્યું હતું કે નવા શિડ્યૂલમાં કુલ પાંચ નવી ફ્લાઇટ્સ ઉમેરાઈ છે:
 દૈનિક દિલ્હી ફ્લાઇટ: એક નવી દૈનિક દિલ્હીની ફ્લાઇટ શરૂ થઈ રહી છે.  દૈનિક ફ્રિકવન્સીમાં વધારો કરાયો છે તેમજ હૈદરાબાદ અને ગોવાની ફ્લાઇટ હવેથી દરરોજ ચાલશે.
 ચેન્નાઈ માટે નવી સેવા: મુસાફરોની માગ મુજબ ચેન્નાઈ માટે એક નવી વિકલી ફ્લાઇટની શરૂઆત પણ થઈ રહી છે.
આનાથી એરપોર્ટ પર પ્રવાસી હલચલમાં નોંધપાત્ર વધારો થશે, જે હાલમાં દરરોજ સરેરાશ ૩,૫૦૦ મુસાફરોની અવરજવર નોંધાવી રહ્યું છે.
ડિસેમ્બર ૨૦૨૪ માં વડોદરા એરપોર્ટને સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરાયા બાદ, ત્રણ નોન-શિડ્યૂલ્ડ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની અવરજવર થઈ ચૂકી છે. એરપોર્ટ ડાયરેક્ટરે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને પ્રોત્સાહિત કરવા માટે દરેક ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે એરલાઈન્સ કંપનીઓને એક લાખ રૂપિયાનું રિબેટ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.
વડોદરા એરપોર્ટ હવે ૧૮૦ થી ૨૦૦ મુસાફરોની ક્ષમતાવાળા મોટા એરક્રાફ્ટને સરળતાથી લેન્ડ કરાવવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર છે, જે શહેરને વિકાસના માર્ગે આગળ ધપાવશે.

(11:27 AM IST)