<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

રાજ્યના ૧૩ જિલ્લાના ૬૨ તાલુકામાં સવારે ૬ થી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૧.૪૨ ઇંચ સુધીનો કમોસમી વરસાદ : જનજીવન પ્રભાવિત

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા : છોટાઉદેપુરના કવાંટમાં સૌથી વધુ ૧.૪૨ ઇંચ, સંખેડામાં ૧.૩૦ ઇંચ, જાંબુઘોડામાં ૧.૨૬ ઇંચ, કોડીનારમાં ૧.૦૬ ઇંચ અને ડેડિયાપાડામાં ૦.૯૮ ઇંચ વરસાદ : સૌરાષ્ટ્ર, વડોદરા અને ભરૂચ સહિત અનેક વિસ્તારોમાં પાકને મોટું નુકસાન થવાનો ભય

ગાંધીનગર, તા. ૨૬ ઓક્ટોબર, ૨૦૨૫ : રવિવારે વહેલી સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદનું જોર યથાવત રહ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૩ જિલ્લાના ૬૨ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
સૌથી વધુ વરસાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સૌથી વધુ ૧.૪૨ ઇંચ (૩૬ મિ.મી.) વરસાદ નોંધાયો છે, જેમાંથી મોટાભાગનો વરસાદ સવારે ૬ થી ૮ વાગ્યાના સમયગાળામાં પડ્યો હતો.
સૌથી વધુ વરસાદ નોંધાયેલા પાંચ તાલુકાઓ (સવારે ૬ થી ૧૨):
૧. કવાંટ (છોટાઉદેપુર): ૧.૪૨ ઇંચ
૨. સંખેડા (છોટાઉદેપુર): ૧.૩૦ ઇંચ
૩. જાંબુઘોડા (પંચમહાલ): ૧.૨૬ ઇંચ
૪. કોડીનાર (ગીર સોમનાથ): ૧.૦૬ ઇંચ
૫. ડેડિયાપાડા (નર્મદા): ૦.૯૮ ઇંચ
જિલ્લાવાર વરસાદની વિગત:
છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ અને સંખેડા ઉપરાંત છોટાઉદેપુર, બોડેલી, જેતપુર પાવી અને નસવાડીમાં અનુક્રમે ૦.૨૪ ઇંચ, ૦.૨૦ ઇંચ, ૦.૧૬ ઇંચ અને ૦.૧૨ ઇંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલમાં જાંબુઘોડા, હાલોલ, ઘોઘંબા અને કાલોલમાં અનુક્રમે ૧.૨૬ ઇંચ, ૦.૪૭ ઇંચ, ૦.૧૬ ઇંચ અને ૦.૧૨ ઇંચ વરસાદ પડ્યો હતો.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, ગરુડેશ્વર, તિલકવાડા, સાગબારા અને નાંદોદમાં ૦.૯૮ ઇંચથી ૦.૧૨ ઇંચની રેન્જમાં વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથમાં કોડીનાર, સૂત્રાપાડા, ઊના, ગીર ગઢડા અને તાલાલામાં ૦.૨૦ ઇંચથી ૧.૦૬ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.
અમરેલી જિલ્લામાં રાજુલા (૦.૭૯ ઇંચ), ખાંભા (૦.૨૮ ઇંચ), સાવરકુંડલા (૦.૨૮ ઇંચ) અને જાફરાબાદ (૦.૨૪ ઇંચ) માં વરસાદ નોંધાયો. ડાંગ જિલ્લામાં ડાંગ-આહવા, સુબીર અને વાઘાઈમાં ૦.૨૮ ઇંચથી ૦.૫૯ ઇંચ વરસાદ પડ્યો.
સુરત જિલ્લાના ઉમરપાડા (૦.૬૭ ઇંચ), માંડવી (૦.૦૮ ઇંચ), બારડોલી (૦.૦૮ ઇંચ), ઓલપાડ (૦.૦૪ ઇંચ) અને મહુવા (૦.૦૪ ઇંચ) માં વરસાદ પડ્યો છે.
વડોદરા જિલ્લાના ડભોઇ, વાઘોડિયા, કરજણ, દેસર, સાવલી અને સિનોરમાં ૦.૦૮ ઇંચથી ૦.૨૮ ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભરૂચ જિલ્લાના નેત્રંગ, જંબુસર, વાલિયા, હાંસોટ, અંકલેશ્વરમાં ૦.૧૨ ઇંચથી ૦.૨૮ ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે આમોદ, વાગરા અને ઝઘડિયામાં ૦.૦૪ ઇંચ વરસાદ પડ્યો હતો. તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, કુકરમુંડા, ડોલવણ, વ્યારા અને વાલોડમાં ૦.૦૮ ઇંચથી ૦.૨૦ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત, ભાવનગરના જેસરમાં ૦.૧૨ ઇંચ, નવસારીના વાંસદામાં ૦.૧૨ ઇંચ, આણંદના ઉમરેઠ અને આણંદમાં અનુક્રમે ૦.૧૨ ઇંચ અને ૦.૦૪ ઇંચ, ખેડાના નડિયાદ અને ઠાસરામાં ૦.૦૪ ઇંચ અને દાહોદના લીમખેડામાં ૦.૦૮ ઇંચ વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદના કારણે ખેતીના તૈયાર પાકોને ભારે નુકસાન થવાની ભીતિ છે.

 

(1:37 PM IST)