News of Sunday, 26th October 2025
ગુજરાતના સિનિયર IPS અને CID વડા ડૉ. કે. એલ. એન. રાવનો આજે જન્મદિવસ : કાર્યદક્ષ અને કડક અધિકારી પર શુભેચ્છકોનો દેશ-વિદેશમાંથી અનરાધાર પ્રેમ
જેલ વડા તરીકે કેદીઓને આત્મનિર્ભર બનાવી કેન્દ્રીય એવોર્ડ અપાવનાર ડૉ. રાવની કાબેલિયતને ધ્યાનમાં રાખી CID વડા સાથે જેલોનો વધારાનો હવાલો યથાવત : રાજકોટ, અમદાવાદ, સુરત, પોરબંદર સહિતના સ્થળોએ તેમની સુંદર કામગીરી આજે પણ લોકપ્રિય

રાજકોટ, તા. ૨૬ ઓક્ટોબર, ૨૦૨૫ : રાજ્ય પોલીસ તંત્રના ડીજીપી લેવલના સિનિયર IPS અધિકારી અને કાર્યદક્ષ તથા કડક હાથે કામ લેવા માટે જાણીતા ડૉ. કે. એલ. એન. રાવનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે દેશ-વિદેશમાં વસતા તેમના શુભેચ્છકો દ્વારા તેમના પર શુભેચ્છાઓનો અનરાધાર ધોધ વરસી રહ્યો છે.
ડૉ. કે. એલ. એન. રાવ હાલમાં ગુજરાતના CID (ક્રાઈમ) વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમની કાબેલિયતને ધ્યાનમાં રાખીને, તેમની પાસે ગુજરાતની જેલોનો વધારાનો હવાલો પણ યથાવત રાખવામાં આવ્યો છે.
ડૉ. રાવ તેમની કાર્યશૈલી અને માનવીય અભિગમ માટે જાણીતા છે. જ્યારે તેઓ રાજ્યના જેલ વડા તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેમણે કેદીઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી રોજગારલક્ષી અને સુધારાલક્ષી અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત, તેમના ધર્મપત્ની ઇન્દુ રાવના સહયોગથી જેલમાં વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવ્યા હતા, જેના પરિણામે ગુજરાતની જેલોને કેન્દ્ર લેવલે એવોર્ડ પણ મળ્યો હતો.
અગાઉ, તેમણે રાજકોટ, પોરબંદર, અમદાવાદ, સુરત વગેરે સ્થળોએ પણ ખૂબ જ સુંદર અને નોંધપાત્ર કામગીરી કરી હતી, જેને લોકો આજે પણ યાદ કરે છે. આ સિનિયર અધિકારીના જન્મદિવસ નિમિત્તે તેમના મો. નં. ૯૯૭૮૪ ૦૫૮૩૭ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
