<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

છોટાઉદેપુર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો :તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું

આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા.: આવતીકાલે ચૈતર વસાવાનો છોટાઉદેપુરમાં છે કાર્યક્રમ

છોટાઉદેપુર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો પડ્યો છે. તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી હતી, ઘણા સમયથી રાજેશ રાઠવા ભાજપ છોડવાના સંકેત આપી રહ્યા હતા.. આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે . આવતીકાલે ચૈતર વસાવાનો છોટાઉદેપુરમાં કાર્યક્રમ છે . જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.

(6:15 PM IST)