એક વર્ષમાં વરસાદ અને ગરમીએ ૩૨૦૦ લોકોના જીવ લીધા : હવામાન વિભાગે રજૂ કર્યા ભયાનક આંકડાઃ વરસાદની દ્રષ્ટિએ, પોરબંદર (ગુજરાત)માં ૧૯ જુલાઈના રોજ ૪૮૫.૮ મીમી વરસાદ સાથે એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો નવો રેકોર્ડ નોંધાયો હતો ભારતમાં વીજળી પડવા અને તોફાનને કારણે ૧,૩૭૪ લોકો મૃત્યુ પામ્યા હતા : તે જ સમયે, પૂર અને ભારે વરસાદને કારણે ૧,૨૮૭ લોકો મૃત્યુ પામ્યા હતા અને ગરમીના મોજાને કારણે ૪૫૯ લોકો મૃત્યુ પામ્યા હતા12:22 PM IST
વડનગરમાં અમિતભાઈ શાહે કહ્યું, 'ગરીબ પરિવારમાં જન્મ્યા હોવા છતાં મોદીએ ક્યારેય કોઈ નકારાત્મકતાને રાખી નહોતી : કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે ગરીબ પરિવારમાં જન્મ્યા હોવા છતાં પીએમ મોદીએ કોઈ નકારાત્મકતાને આશ્રય આપ્યો નહીં :તેમની ગરીબીને જરૂરિયાતમંદો પ્રત્યેની કરુણામાં ફેરવી અને લોકોના કલ્યાણ માટે અથાક મહેનત કરી 11:41 PM IST
બિડેન રેકોર્ડબ્રેક નીચા મંજૂરી રેટિંગ સાથે પદ છોડી રહ્યા છે: 82 વર્ષીય બિડેને વ્હાઇટ હાઉસમાં કરેલા એકંદર કામને ફક્ત 36% અમેરિકન પુખ્ત વયના લોકો જ મંજૂરી આપે છે : ૬૧% અમેરિકનોએ સૂચવ્યું કે તેઓ ઓવલ ઓફિસમાં બિડેનના ચાર વર્ષને નિષ્ફળતા માને છે, જ્યારે ફક્ત ૩૮% લોકોએ તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળને સફળ ગણાવ્યો હતો10:23 PM IST
ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં 18મો પદવીદાન સમારોહ યોજાયો : મોદીજીએ નવી શિક્ષણનીતિમાં માર્ક્સ ઓરિએન્ટેડ નહીં પણ નોલેજ ઓરિએન્ટેડ માઈન્ડ સેટ બનાવવા પર ભાર મૂક્યો હોવાનું જણાવતા અમિતભાઇ શાહ:પોતાનામાં વિદ્યાર્થીને હંમેશા જીવંત રાખો. શીખવાની અને નવું સંશોધન કરવાની વૃત્તિ જ માનવ જીવનના પ્રગતિનો આધાર:અમિતભાઇ શાહ9:25 PM IST
કોંગ્રેસ “પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ”ને મામલે સુપ્રીમ કોર્ટ પહોંચી :વધુ સુનાવણી 17 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે : કોંગ્રેસ પાર્ટીએ કાયદાની માન્યતાને પડકારતી પેન્ડિંગ અરજીઓમાં હસ્તક્ષેપની માંગ કરતા, કહ્યું કે તેમાં કોઈપણ ફેરફાર ભારતની સાંપ્રદાયિક સંવાદિતા અને ધર્મનિરપેક્ષ માળખાને જોખમમાં મૂકી શકે8:56 PM IST
‘મુંબઈ’ સલામત નહીં હોવાના નિવેદન મુદ્દે ફડણવીસે આપ્યો જવાબ : સૈફ અલી ખાન પર હુમલાને લઈને વિપક્ષોએ નિશાન સાધ્યું હતું : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - અમુક અનિચ્છનીય ઘટનાઓ ક્યારેક બને છે એ ખરું અને તેને ગંભીરતાથી લેવી જ જોઈએ. પરંતુ આવી ઘટનાઓને કારણે મુંબઈ અસુરક્ષિત છે એમ કહેવું બરાબર નથી9:28 PM IST
શનિવારથી આવી રહ્યું છે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: યુપી સહિતના રાજ્યોમાં વરસાદનું એલર્ટ : જાણો આગામી 3 દિવસમાં કેવું રહેશે દેશનું હવામાન? : બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18 અને 22 જાન્યુઆરીએ સક્રિય થશે. જેના કારણે ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર ભારતમાં હવામાન બદલાશે. પહાડી રાજ્યોમાં વરસાદની સાથે હિમવર્ષા થવાની સંભાવના ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસનું એલર્ટ8:34 PM IST
વડનગર આગામી સમયમાં અભ્યાસ, ઉત્સુકતા અને જ્ઞાનવર્ધનનું કેન્દ્ર બનશે : કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વડનગરને મળી વિવિધ વિકાસ કામોની ભેટ – રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રોત્સાહક ઉપસ્થિતિ:વડનગરની સભ્યતા-સંસ્કૃતિ અકલ્પનીય છે. ભારતમાં જીવંત પુરાતત્ત્વીય શહેરો માત્ર ૪-૫ છે અને વડનગર તેમાંનું એક છે:2500થી વધુ વર્ષોની સાંસ્કૃતિક વિરાસત સાથે અનંત અનાદિ વડનગરની આધુનિક યાત્રા એ વિરાસતોના ગૌરવ સમાન: પ્રાચીન નગરીઓના ઇતિહાસને વડનગર સુવર્ણ અક્ષરે અંકિત કરશે8:33 PM IST
અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, જાપાન... મહાકુંભના આ કેમ્પમાં 9 વિદેશી મહામંડલેશ્વર પહોંચ્યા :છે સનાતનના પ્રચારક : જગદ્ગુરુ સાઈ મા અને તેમના વિદેશી મૂળના મહામંડલેશ્વર સંતોના ઘણા દેશોથી હિંદુ ધર્મ પ્રત્યે આસ્થા રાખનાર સેંકડો વિદેશી મૂળના અનુયાયીઓએ મહાકુંભનું અમૃત સ્નાન કર્યું: કોઈ પીએચડી, કોઈ સાઈકોલોજિસ્ટ, કોઈ મ્યુઝિશિયન તો કોઈ એન્જિનિયર છે.6:16 PM IST
સૈફ અલી ખાન પર હુમલો કોણ છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક અભિનેતાના ઘરે જોવા મળ્યો સૈફ અલી ખાનનો હુમલાખોર મૃત્યુ પામ્યો! 80 થી વધુ એન્કાઉન્ટર કરનાર ઓફિસર અભિનેતાના ઘરે દેખાયો : અમે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવાની વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે અને અમે તમને પરિસ્થિતિ વિશે અપડેટ રાખીશું." : મુંબઈ પોલીસના એન્કાઉન્ટર નિષ્ણાત દયા નાયક ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની આખી ટીમ સાથે સૈફ અલી ખાનના ઘરે જોવા મળ્યો 4:39 PM IST
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના 9 ઉમેદવારોની યાદી જાહેર, કોને ક્યાંથી મળી ટિકિટ ? બવાનાથી રવિન્દ્ર કુમાર, વજીરપુરથી પૂનમ શર્મા, દિલ્હી કેન્ટથી ભુવન તંવર, સંગમ વિહારથી ચંદન કુમાર ચૌધરી અને ત્રિલોકપુરીથી રવિકાંત ઉજ્જૈન ઉમેદવાર : સંજય ગોયલને શાહદરાથી, અનિલ વશિષ્ઠને બાબરપુરથી અને પ્રવીણ નિમેષને ગોકલપુર (SC)થી મેદાનમાં ઉતારવામાં આવ્યા : બાકીની બે વિધાનસભા બેઠકો જનતા દળ (યુનાઈટેડ) અને લોક જનશક્તિ પાર્ટીને આપવામાં આવી4:21 PM IST
TCL એ મહાકાય ટીવી લોન્ચ કર્યું : 115-ઇંચ QD Mini LED TVની કિંમત 29,99,990 રૂપિયા : ઘરે બેઠા સિનેમા હોલનો અનુભવ કરાવશે : ટીવી ખરીદવા માટે તમારે 30 લાખ રૂપિયા ખર્ચવા પડશે તમે તેને રિલાયન્સ ડિજિટલ, ક્રોમા, એમેઝોન, ફ્લિપકાર્ટ અને અન્ય પ્લેટફોર્મ પરથી ખરીદી શકો છો,તેની સાથે કંપની માત્ર 75 ઇંચનું QLED ટીવી ફ્રી 4:06 PM IST
લગભગ 20 હજાર પાકિસ્તાની નાગરિકો વિશ્વના વિવિધ દેશોની જેલોમાં બંધ જેમાંથી 10 હજારથી વધુ પાકિસ્તાની એકલા સાઉદી અરેબિયાની જેલમાં બંધ : સાઉદી પ્રિન્સે 10 હજાર પાકિસ્તાનીઓને જેલમાં ધકેલી દીધા, શાહબાઝ શરીફ પર કેમ ગુસ્સે થયા! : હવે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે સ્વીકાર્યું છે કે સાઉદી અરેબિયા પાકિસ્તાની નાગરિકો પર ખૂબ કડક બની ગયું છે ,પાકિસ્તાનની સંસદમાં દેશના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે ખુલાસો કર્યો 4:10 PM IST
તમે લોકોને જેલમાં રાખવા માંગો છોઃ અમે તે સહન નહીં કરીએ.. EDને સુપ્રીમનો ઠપકો : મની લોન્ડરિંગ કેસોની તપાસ કરતી ED ને ફરી એકવાર ઠપકો આપવામાં આવ્યોઃ સગીરો, મહિલાઓ અથવા બીમાર લોકોને જામીન આપતી વખતે અજાણતા પીએમએલએની જોગવાઈઓ વિરુદ્ધ દલીલો કરવા બદલ સુપ્રીમ કોર્ટે ED પર ભારે નારાજગી વ્યક્ત કરી : સુપ્રીમ કોર્ટના ઠપકા બાદ, EDએ પોતાની ભૂલ સ્વીકારી લીધીઃ તુષાર મહેતાએ આ માટે માફી પણ માંગી4:00 PM IST
ટેન્ટ સિટી ‘મહાકુંભ ગ્રામ' હાઉસફૂલઃ ૨૩ તારીખ પહેલા જગ્યા નહીં મળે : મહા કુંભ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનેલા IRCTC દ્વારા બનાવવામાં આવેલા ટેન્ટ સિટીમાં રૂમ ઉપલબ્ધ નથી : બુકિંગ એક અઠવાડિયા પછી કન્ફર્મ થાય છે. જો સુપર ડિલક્સ બે વ્યક્તિઓ માટે બુક કરાવ્યું હોય, તો તેનો ખર્ચ ૧૬,૨૦૦ રૂપિયા થશે અને જો વિલા બુક કરાવ્યું હોય, તો તેનો ખર્ચ ૨૦,૦૦૦ રૂપિયા થશે3:11 PM IST
પ્રયાગરાજમા ભાજપના નેતાને પોલીસ સ્ટેશનમાં બંધ કરીને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો : બે MLA, મેયર, MLC અડધી રાત્રે હડતાળ પર બેઠા : ઘટના બાદ ચમનગંજ ચોકીના ઈન્ચાર્જ સંતોષ કુમાર સિંહ, ઈન્સ્પેક્ટર શિવરામ યાદવ, જગ નારાયણ અને ચીફ કોન્સ્ટેબલ પારસ યાદવને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા : ઝુંસી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઉપેન્દ્ર પ્રતાપ સિંહ વિરુદ્ધ પણ તપાસના આદેશ2:57 PM IST
લોરેન પોવેલ મહાકુંભમાંથી અચાનક પરત ફર્યા : તેણીને 10 દિવસનું રોકાણ કરવું હતું : વિદાય લેતી વખતે ગુરુ પાસેથી આ દીક્ષા લીધી : -કુંભ મેળામાં લોરેન પોવેલઃ એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ જોબ્સ મહાકુંભમાંથી અચાનક પરત ફર્યા છે. તે 10 દિવસના રોકાણ પર આવી હતી, પરંતુ ત્રણ દિવસમાં જ નીકળી ગઈ.2:13 PM IST
રસ્તા પર નકલી ટોલ ગેટ લગાવ્યો : લોકોને છેતરીને પૈસા પડાવતો રહ્યો: 3 વર્ષમાં છાપ્યા કરોડો રૂપિયા! : રશિયામાં પ્યાતિગોર્સ્ક નામનું એક શહેર જ્યાં મોઝૈસ્ક કેનાલ પર ઇલિન્સ્કી નામનો એક બીચ બનેલો છે. આ રસ્તા પર ટોલ હતો. આવતા-જતા લોકો ટોલ ચૂકવતા હતા. પરંતુ 3 વર્ષ પછી ખબર પડી કે આ ટોલ સરકારે નહીં પણ એક છેતરપિંડી કરનારે બનાવ્યો હતો2:23 PM IST
ભારતે સ્વોર્મ ડ્રોન એટલે કે જૂથોમાં હુમલો કરનારા ડ્રોનને મારવા માટે મોંઘી મિસાઈલ સંરક્ષણ પ્રણાલી આયાત કરવી પડશે નહીં,માત્ર એક સસ્તું પ્રવેશ ડ્રોન સિસ્ટમ જ આ ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવશે : ભારતે સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું : આ કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું નામ ભાર્ગવસ્ત્ર ,તેનું નામ ભગવાન પરશુરામના શસ્ત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે,તે એકસાથે 64 થી વધુ મિસાઈલ છોડવામાં સક્ષમ :રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પણ સસ્તા ડ્રોન્સે પોતાની ઉપયોગીતા પુરવાર કરી 2:55 PM IST
અઘોરી કે નાગા સાધુની લાશનું શું થાય છે? :ભારતની આ પરંપરાથી ચીન અને અમેરિકા ચોંકી ગયા : મહાકુંભમાં અઘોરી કે નાગા સાધુઓ દુનિયાભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા : ભારતમાં અઘોરીઓની પરંપરા શૈવ સંપ્રદાય અને તંત્ર સાધના સાથે જોડાયેલી: જાણો કોણ છે અઘોરી અને તેઓ શું માને છે અઘોરી અને નાગા વચ્ચે શું તફાવત છે અઘોરીઓના અંતિમ સંસ્કાર શું અને કેવી રીતે કરવામાં આવે છે??1:46 PM IST
'નવું ઈ-મેલ આઈડી, પૈસા નહીં અને ઘણા બધા પ્રશ્નો:શું જીવનસાથીને મેટ્રિમોનિયલ સાઇટ પર શોધી રહ્યાં છો; જાણો સરકારી એડવાઈઝરી : દેશમાં મેટ્રિમોનિયલ સાઇટ્સ પર છેતરપિંડીના સતત વધતા કિસ્સાઓ:ગૃહ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરીને લોકોને વેરિફાઈડ વેબસાઈટ પસંદ કરવા, અંગત માહિતી શેર ન કરવા અને એનઆરઆઈ પ્રોફાઈલથી સાવચેત રહેવાની સલાહ આપી 1:49 PM IST
દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સતત ત્રીજી વખત સરકાર બનાવશે : વિધાનસભા ચૂંટણી પહેલા ફલોદી સટ્ટા બજારે આગાહી કરી : અખિલેશ અને મમતા બેનર્જી પછી, શરદ પવારે અરવિંદ કેજરીવાલને ટેકો આપ્યો : 2020ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 સીટો અને બીજેપીએ 8 સીટો જીતી હતી, 2015ની વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી AAPએ 67 સીટો જીતી હતી અને બીજેપીને માત્ર ત્રણ સીટો મળી હતી4:03 PM IST
ઓસ્ટ્રેલિયા બાદ હવે બ્રાઝિલમાં પણ શાળાઓમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ : બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ સોમવારે શાળામાં સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા બિલ પર હસ્તાક્ષર કર્યા : હવે બ્રાઝિલમાં શાળામાં બાળકોના મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.: પાર્ટી અને વિપક્ષ બંનેએ આ બિલને સમર્થન આપ્યું11:27 AM IST
નબળા "લા નીના"ની શક્યતા વધતી જાય છે: સ્કાયમેટ10:27 AM IST
જવાહર લાલ નેહરુ અને બાબાસાહેબએ તો ... ખડગેએ સપ્તાહમાં 90 કલાક કામ કરવાની નવી ચર્ચા શરૂ કરી : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ L&T ચેરમેન એસએન સુબ્રમણ્યમના 90 કલાક કામ સપ્તાહના નિવેદન પર અસહમતિ દર્શાવીને કટાક્ષ કર્યો:ખડગેએ જવાહરલાલ નેહરુ અને બાબાસાહેબ આંબેડકરનું નામ લઈને નવી ચર્ચા શરૂ કરી.9:24 PM IST
જાણો કાલે કેવું રહેશે હવામાન :ઉત્તર ભારતમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસથી રાહત નહીં મળે: કડકડતી ઠંડીમાં વરસાદ પડશે : ઉત્તર ભારતમાં શિયાળાનો કહેર યથાવત:ગાઢ ધુમ્મસ, શીત લહેર અને પીગળવાથી જનજીવન ખોરવાઈ ગયું :દિલ્હી-એનસીઆરથી લઈને પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઠંડીના પ્રકોપથી રાહત મળવાની કોઈ શક્યતા નથી.10:10 PM IST
ઉત્તર ભારતમાં ધુમ્મસ બન્યો કાળ :અનેક વાહનો એકબીજા સાથે અથડાયા: 17 લોકો ઘાયલ:યમુના એક્સપ્રેસ વે પર 100 બકરીઓના મોત : ગાઢ ધુમ્મસના કારણે ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ અકસ્માતો થયા:અલીગઢ ,મેરઠ, હરદોઈ અને નોઈડામાં અનેક વાહનો એકબીજા સાથે અથડાયા જેના કારણે 17 લોકો ઘાયલ: યમુના એક્સપ્રેસ વે પર કેન્ટરમાં મુસાફરી કરી રહેલી 240 બકરીઓમાંથી 100ના અકસ્માતમાં મોત થયા 11:41 PM IST

પ્રદૂષણ મુક્ત ભારત' અભિયાન

સમર્થન રેલી....

સ્વચ્છતા ઝુમ્બેશ .....

જલ્લીકટ્ટુ.......

જન્નતની સફર ....
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યના નગરપાલિકાના 19 જેટલા ચીફ ઓફિસરોની બદલી : જુઓ સંપૂર્ણં યાદી : પાલીતાણાના રવિકુમાર વેકરિયાને લાઠી અને લાઠીના નિકુંજ વોરાને કાલાવડ મુકાયા :કાલાવડના મૌલિક વૈશની સુત્રપાડા અને લીંબડીના કુ, પરિતા પરમારની ખેડા બદલી : અમરેલી નગરપાિલકાના ચીફ ઓફીસરની જગ્યાનો વધારાનો હવાલો પ્રાંત અધિકારીને સોંપાયો : જુઓ સંપૂર્ણ યાદી7:55 PM IST
બોપલમાં જ્વેલર્સનાં શો રૂમમાં હથિયારની અણીયે 73 લાખનાં દાગીનાની લૂંટ કરનાર ગેંગ ઝડપાઈ:તપાસમાં અનેક ખુલાસા : ગુનામાં સામેલ બિરેન્દ્ર કુમારે જાવેદને સાથે રાખીને લૂંટનો પ્લાન બનાવ્યો અને બોપલમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા લોકોની સાથે રહીને રેકી કરતો.:યુપીથી બે દેશી તમંચા અને એક પિસ્ટલ લાવ્યા બાદ ગુનામાં અમરસિંહ અને જોતસિંહને સાથે રાખી લૂંટને અંજામ આપ્યો .6:49 PM IST
'નેશનલ સ્ટાર્ટઅપ ડે’-૨૦૨૫"આજનો દિવસ નવીન વિચારો, આઈડિયા અને સંકલ્પો સાથે દેશને ગ્લોબલ ઇનોવેશન હબ બનાવવા માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિક : શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર : વિકસિત ભારત- ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ ક્ષેત્રે પોતાનું વિશ્વસ્તરે શ્રેષ્ઠ યોગદાન આપશે : રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા : સ્ટાર્ટઅપ માટે રાજ્યના ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓને રૂ. ૨૨ લાખની પ્રોત્સાહિત સહાય અપાઇ : ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને 'નેશનલ સ્ટાર્ટઅપ ડે'નો રાજ્યવ્યાપી શુભારંભ2:06 PM IST
GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ : ગુજરાતના ૭.૫ લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે ,GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ : ગુજરાત એસ.ટીની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત એસ.ટી નિગમમાં અનેક આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા3:36 PM IST
શિક્ષકો બાદ પોલીસનો વારો : ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે જનાર 4 પોલીસકર્મી વિરૂદ્ધ પોલીસ વડા વિકાસ સહાયે કડક કાર્યવાહી કરીને સસ્પેન્ડ કર્યા : 9 પોલીસકર્મી વિરૂદ્ધ ખાતાકીય તપાસના આદેશ : સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયના રિપોર્ટ બાદ ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે ઉપડી ગયેલા હેડ કૉન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કૉ. હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર) ને ડીજીપી વિકાસ સહાયે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો3:53 PM IST
ડાકોર મંદિરમાં વર્ષો જૂની ગૌદાનની પ્રથા બંધ : મંદિર કમિટીએ ગૌદાનની પ્રથા આ વર્ષે બંધ રાખીને માત્ર ગૌપૂજન જ કર્યું ,હવે ગાયના બદલે બળદની જોડીનું ખેડૂતોને દાન કરવા કમિટીએ નિર્ણય કર્યો : અગાઉ જે ગાયોનું દાન અપાયું હતું તે દાન લેનારાના જણાવ્યા પ્રમાણે દાનમાં આવેલી ગાયો ગૌશાળા છોડી જતી નથી. ઘણીવાર ખોરાક બંધ કરી દે છે ગૌધનનો સમૂહ જોવા નહીં મળતા થોડા જ સમયમાં જ મૃત્યુ પામે છે જેને લીધે મંદિર દ્વારા દાન પ્રથા બંધ : ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જે.પી. દવે4:15 PM IST
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી ‘પરવાહ’ થીમ સાથે રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫’ લોન્ચ કરાયું : તા. ૧૬ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલું 'રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન' સ્થાનિક પદાધિકારીઓ- એનજીઓની મદદથી સતત ૪૫ દિવસ સુધી યોજાશે4:28 PM IST
રૂપિયા ૧૦૦૦ (બાંગ્લાદેશી ચલણ) દ્વારા ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં ચાલતી ઘૂસણખોરીનાં ષડયંત્રનો સુરત sog દ્વારા પર્દાફાશ : IB કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય એજન્સીઓ સાથેના વિશાળ કોન્ટેકટ આધારે સીપી અનુપમસિંહ ગેહલોતને મળેલ ઇનપુટથી સતર્ક બન્યા હતા : ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં પીઆઇ અશોક ચોધરી ટીમે ઝડપેલ શખ્સની પૂછપરછમાં ધડાકા જેવી વિગતો ખૂલ્લી10:12 AM IST
બોપલની પ્રિવિલોન બિલ્ડકોન સાઈટનાં નામે ઠગાઈ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ :મકાનનાં નામે અનેક લોકોને શિકાર બનાવ્યા : આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં 200 જેટલી અરજીઓ બિલ્ડર સામે મળતા પોલીસે તપાસ શરૂ કરી: કેસની તપાસ માટે એસઆઈટીની રચના :જયદિપ કોટક અને હીરેન કારિયા સામે બે સાઈટોની ઠગાઈ મામલે બે ફરિયાદો દાખલ6:47 PM IST
ગુજરાતની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ગુજરાત પોલીસની નવી પહેલઃ દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘‘સાંત્વના કેન્દ્ર'' : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં અને ગળહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ :‘સાંત્વના કેન્દ્ર' એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશેઃ વિકાસ સહાયઃ વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, ૧૮૧-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ‘સાંત્વના કેન્દ્ર'માં ઉપલબ્ધ બનશે3:12 PM IST
અમદાવાદમાં બે હત્યા: બહેરામપુરામાં પ્રેમસંબંધમાં યુવકનું મર્ડર: વસ્ત્રાલમાં પુત્રએ સાવકા પિતાને મોતને ઘાટ ઉતાર્યા : કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્નીનાં પ્રેમીની 3 શખ્સોએ હત્યા કરી:વસ્ત્રાલમાં પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પુત્રએ ચપ્પુથી સાવકા પિતાને રહેંસી નાખ્યા :માતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો2:22 PM IST
ગુજરાતની અનેક ટ્રેનો રદ થશે : જુદા જુદા સ્ટેશનો ઉપરથી ઉપડતી ટ્રેનો પ્રભાવિત થશે : 1 માર્ચ 2025ના ટ્રેન નંબર 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ, 4 માર્ચના ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ, 3 માર્ચના ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસ રદ 4:04 PM IST
અમદાવાદના નારોલથી વિશાલા વચ્ચે આવેલા શાસ્ત્રી બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના : અજાણ્યા વાહનચાલકે એક્ટિવા પર જઈ રહેલી યુવતીને ટક્કર મારતાં યુવતિનુ ઘટના સ્થળે મોત : ઘટના સ્થળે સીસીટીવી ઓછા હોવાથી આરોપી સુધી પહોંચવું પોલીસને મુશ્કેલ બન્યું : એમ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ પોલીસે મૃતક યુવતીના પરિવારજનોનો પણ સંપર્ક કર્યો 4:22 PM IST
૧૦૦ રૂપિયા મામલે બબાલ કરી પેટ્રોલ બોમ્બ ફેંકી હોટેલ સળગાવવાનો પ્રયાસઃ જયદેવ, ચિરાગ સહિતની શોધખોળ : જુઓ વિડિયો : યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન પાસે સંક્રાંતિની રાતે બનેલી ઘટનામાં પોલીસે આરોપીઓની ઓળખ મેળવી લીધી નકળંગ હોટેલના સંચાલક જીલ્લાભાઇ ઉર્ફ મુન્નાભાઇ સિરોડીયાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસની તપાસઃ થડા પર બેઠેલા યુવાને ૫૦ રૂપિયા જ દીધાનું કહ્યું પણ ગ્રાહક તરીકે આવેલાએ ૧૦૦ દીધા છે કહી ડખ્ખો કર્યોઃ હોટેલ સંચાલકે ૧૦૦ પાછા લઇ લેવાનું કહેતાં-હું ભીખારી નથી કહી મારકુટ કરી ભાગી ગયો, પછી બીજા ત્રણ જણાને લઇને આવ્યો અને પેટ્રોલ બોમ્બ ફેંકી ભાગી ગયો જે હોટેલ પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો તે નકળંગ ટી સ્ટોલ, ઘટના બની તેના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો અને ઇન્સેટમાં જીલ્લાભાઇ ઉર્ફ મુન્નાભાઇ સીરોડીયાના ભાઇ વિગતો આપતાં જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયાા3:44 PM IST
ઉષાબેને આપઘાત કર્યો એ પહેલા મારકુટ કરી ધમકી અપાઇ'તીઃ નાના દિકરા ગોૈતમનું અપહરણ કરી બે દિવસ ગોંધી રખાયો'તો : અવાજ સાંભળી દિકરો ગોૈતમ નીચે જતાં માતાએ લોહીલુહાણ હાલતમાં કહેલું-તારો બે દિવસથી પત્તો નહોતો, તારા ભાઇ મિલનને આ લોકો મારી નાખશે તો મારુ જીવવું નકામું, આ લોકોની ધમકીથી હું કંટાળી ગઇ છું એટલે મરી જવા છલાંગ લગાવી છે :ઇસ્કોન મંદિર પાછળ આદિત્ય હાઇ્ટસમાં ૧૩મીએ ઉષાબેન છઠ્ઠા માળેથી કૂદી ગયા બાદ બીજા દિવસે દમ તોડી દીધોઃ તેના દિકરા મિલને જેની સાથે લવમેરેજ કર્યા તે પાયલના પિતા જલાભાઇ સભાડ, ગોપાલ સભાડ, વિજય સભાડ, મનિષ સભાડ, મેહુલ સભાડ, કવા સભાડ, વિમલ સભાડ અને સાગર સભાડ સામે ગુનો નોંધાયો :અપહૃત દિકરા ગોૈતમને લઇને આરોપીઓ ૧૩મીએ ઉષાબેનના ઘરે પહોંચ્યા ત્યારે દરવાજે દિકરાને ધમકી અપાતી હતી એ વખતે પાછળની ગેલેરીમાંથી તે કૂદી ગયા'તાઃ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે આરોપીઓને શોધી કાઢવા દોડધામ શરૂ કરી2:34 PM IST
સામા કાંઠાના વેપારી સાથે દિલ્હીના શખ્સની ૩૯.૨૪ લાખની ઠગાઇ : બ્રાહ્મણીયાપરાના શીવ એન્ટરપ્રાઇઝના માલિક મહેશભાઇ ગરસોંદીયાએ એપીએસ સિક્યોર લોજીસ્ટીક મારફત બિહારના મુજફરપુર ખાતે પહોંચાડવા દાગીના રવાના કર્યા તે દિલ્હીની ઓફિસમાંથી ગૂમ થઇ ગયાનું કહી છેતરી લેવાયાઃ બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી3:23 PM IST
ગુરૂકુળ ખાતે ગૌ માતા પૂજન 4:19 PM IST
ધૂમ સ્ટાઇલથી બાઇક-કારના સ્ટંટ કરી રેસ લગાડતાં ૨૪ ઝડપાયા : પડધરી નજીક રાજકોટ જામનગર હાઇવે પર રૂરલ એલસીબી, પડધરી પોલીસ, મેટોડા પોલીસની ટીમોએ વોચ રાખી દબોચ્યા ૧૦ બાઇક, બે કાર કબ્જેઃ ઝડપાયેલામાં રાજકોટ, તરણેતર, જામનગર, બાલંભા, કાનપર, ગોંડલના રહેવાસીઓઃ મોટા ભાગના રાજકોટ ઉર્ષમાં આવતાં હતાં: તમામને કાયદાનું ભાન કરાવાયું પીઆઇ એસ. એન. પરમાર, પીઆઇ એચ. એસ. શર્મા, પીઆઇ વી. વી. ઓડેદરા, પીએસઆઇ એચ. સી.ગોહિલ અને ટીમોની કામગીરી4:37 PM IST
કયાં-કયાં નિયમોમાં થયો સુધારો ?4:38 PM IST
સાંસારીક એંગલથી સુર્યને દાદા, ચંદ્રને મામા અને ધરતીને માતા શા માટે કહેવાયા ? : વૈજ્ઞાનિક અને ખગોળિય દ્રષ્ટિકોણના સમન્વયરૂપે જયોતિષશાષા પુરાતન કાળમાં વિકસેલુ : પપ૦૦ વર્ષ પહેલા ઋગ્વેદમાં પણ ઉલ્લેખ જયોતિશાસ્ત્રનું : સાયન્સ આ શાષાનું સચોટ અને સંપૂર્ણ જ્ઞાન ધરાવતા જાણકારો ઓછા હોવાના કારણે હાલના અધુરીયા વૈજ્ઞાનિક યુગમાં સૌથી વધુ તિરસ્કૃત વિષય બન્યો છે ગણિતને જ્યોતિષશાષાનો મુખ્ય પાયો; આધાર કહી શકાય; કારણકે જેમાં જન્મ તારીખ; જન્મ સમય; જન્મ સ્થળ નું અક્ષાંસ અને રેખાંશ પરથી ચોકક્સ સ્થાન જાણવું; જન્મકુંડળીમાં ગ્રહોના સ્થાન ગોઠવવા માટે ચોકકસ ગણતરી કરવી પડે છે. આ ઉપરાંત જ્યોતિષશાષામાં ગણિતના વિવિધ અંગો જેવાકે અંકગણિત; ભૂમિતિ; ત્રિકોણમિતિ; અનુમાનના સિધ્ધાંતો તથા સંભાવનાના નિયમો નો ઉપયોગ કરવામાં આવે છેલ્લા ૩૦૦ વર્ષોથી આ શાષાનો આભ્યાસ બંધ જેવો હતો. પરંતુ છેલ્લા ૩૦ વર્ષમાં જ્યોતિષશાષાનો ફેલાવો સારા વિશ્વમાં જોવા મળી રહ્યો છે અને વિસ્તરતો વિષય બની ગયો છે. હાલમાં આ શાષાનું સચોટ અને સંપૂર્ણ જ્ઞાન ધરાવતા જાણકારો બહુ ઓછા છે. જે છે તેમાં મોટાભાગના વૈજ્ઞાનિક પધ્ધતિ અને ગણીતનું જ્ઞાન ન જાણતા હોવાથી સામાન્ય લોકો આને અંધશ્રધ્ધાનો વિષય માનીને દુર ભાગે છે4:47 PM IST
સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘સેવાકીય કાર્યોની સંક્રાંતિ' રાજકોટમાં ‘સેવા ભારતી ભવન'નું થયું લોકાર્પણ : સંઘના સર કાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબોલેજીએ ‘‘સેવા ભારતી ભવન''ને જનસેવામાં સમર્પિત કર્યું ‘‘વ્યક્તિના ચરિત્ર નિર્માણ થકી માનવતાના સંવર્ધનનું મહા અભિયાન સંદ્ય દ્વારા ચાલી રહ્યું છે'' શ્રી દત્તાત્રેય હોસબોલે સેવા ભારતી ભવન માટે અનુદાન, સમયદાન આપનારા દાતાઓનું સન્માન કરાયું4:02 PM IST
ગીર સોમનાથ જિલ્લાના દ્રોણેશ્વરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નૂતન કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત : રૂ.૨૦ કરોડના ખર્ચે ૫૦૦ વિદ્યાર્થીનીઓ માટે નિઃશૂલ્ક સુવિધાસભર અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ થશે : જ્ઞાનથી દરેક સમસ્યાનું સમાધાન મળે છે: એસ.જી.વી.પી.એ જ્ઞાનવારસાને ગુરુકુલ પરંપરાના માધ્યમથી આગવો ઓપ આપ્યો છે : વિરાસતની જાળવણી સાથે ઉત્તમ ચારિત્ર્ય ઘડતરનું રાજ્ય સરકારનું ધ્યેય : ભૂપેન્દ્રભાઈ પટેલ : ગીર ગઢડા તાલુકાના નયનરમ્ય સ્થળ ખાતે મુખ્યમંત્રીએ એસ.જી.વી.પી.ના સંત શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું : સંતો-મહંતો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ8:13 PM IST
બાઈડેને જતા જતા ભારતને આપી આ ત્રણ ભેટ5:23 PM IST
અંડર 19 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો, ભારતીય કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન ફરહાન યુસૂફ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું : ઓમાનના અલ અમેરત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ગ્રૂપ એ મેચમાં ટોસ વખતે બંને કપ્તાનો વચ્ચે ન થઈ કોઈ ઔપચારિકતા, સીનિયર ટીમોની જેમ જુનિયર સ્તરે પણ યથાવત રહી નો હેન્ડશેક નીતિ7:38 PM IST
આકાશ દીપ ટીમમાં અણબનાવના અહેવાલોને નકાર્યા5:53 PM IST
વર્ષ ૨૦૨૬ની ડબલ્યુટીએ ફાઇનલ્સમાંથી ખસી ગયા વિશ્વના નંબર એક ખેલાડી એલેના રાયબાકિના, વાયરલ સંક્રમણને કારણે લીધો મોટો નિર્ણય, માર્ટા કોસ્ટ્યુક લેશે તેમનું સ્થાન : ડિફેન્ડિંગ ચેમ્પિયન એલેના રાયબાકિના બીમારીના કારણે પ્રતિષ્ઠિત ડબલ્યુટીએ ફાઇનલ્સમાંથી બહાર થઈ ગયા છે અને હવે તેઓ આગામી વર્ષ ૨૦૨૭માં કોર્ટ પર પુનરાગમન કરશે, જ્યારે ગ્રુપ એકમાં તેમની જગ્યાએ માર્ટા કોસ્ટ્યુક મેદાનમાં ઉતરશે.7:38 PM IST
કે-પૉપ સ્ટાર વી એ હિન્દીમાં પાઠવી ભારતીય ચાહકોને દિવાળીની શુભેચ્છાઓ, વીવર્સ એપ પર એઆઈ તસવીરો અને ગુલાબજાંબુ પર આપી ખાસ પ્રતિક્રિયા : વિશ્વપ્રસિદ્ધ કે-પૉપ બેન્ડ બીટીએસના લોકપ્રિય સભ્ય વી એ ભારતીય આર્મી ફેન્સને વીવર્સ એપ પર દિવાળી મુબારક કહીને અદ્ભુત ભેટ આપી છે અને ભારતીય સંસ્કૃતિમાં રસ દાખવ્યો છે.4:49 PM IST














































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી







































































































































































































