<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

સુરત જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો: ખેડૂતોની ચિંતા વધી

ડાંગરનો પાક પલળી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા :સુરતની જિનિંગ મિલ પર પાક જમા કરાવવા લાંબી કતારો

સુરત જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે ડાંગરનો પાક પલળી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતો હાલમાં ડાંગરનો પાક રોડ પર સૂકવવા મજબુર બન્યા છે તો બીજી તરફ સુરતની જિનિંગ મિલ પર પાક જમા કરાવવા લાંબી કતારો પણ જોવા મળી રહી છે.

 

રાજ્યમાં ચોમાસાની વિદાય છતાં સુરત જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે સુરત જિલ્લામાં ડાંગની કાપણી શરુ થઇ ગઇ હતી અને કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાક પલળી ગયો છે જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂતો હાલમાં ડાંગરનો પાક રોડ પર સૂકવવા મજબુર બન્યા છે તો બીજી તરફ સુરતની જિનિંગ મિલ પર પાક જમા કરાવવા લાંબી કતારો પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્ય સહીત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગતરોજ ઓલપાડ, માંગરોળ, માંડવી, ઉમરપાડા, કામરેજ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

 

નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આ વરસાદ પડવાથી લગભગ અમારો પાક જનરલી નાશ પામવા જેવો જ થયો છે, કોઈ મંડળી પણ લઇ શકે એવી કંડીશન પણ નથી કારણ કે મંડળીઓના નીતિ નિયમો પ્રમાણે સોલનો ભેજ જોઈએ એ સોલનો ભેજ હવે સાત આઠ દિવસ સુધી આવી શકે તેમ નથી, અમારી પાસે હવે નાખવા સિવાય કોઈ બીજો રસ્તો નથી, સરકારને વિનંતી કે અમારો પાક નિષ્ફળ છે તો અમને રાહત આપે એવી વિનંતી છે

(7:34 PM IST)