અમદાવાદના કણભા નજીક ટ્રક-લકઝરીની ટક્કર બાદ પાછળથી આવેલ ટ્રકે ૩ મુસાફરોને કચડયાઃ મોત
અકસ્માત બાદ બન્ને ડ્રાયવરો સમાધાન કરી રહ્યા હતાઃ બસના મુસાફરો નીચે ઉતર્યા હતાઃ ત્યારબાદ ટ્રકે લોકોને અડફેટે લીધાઃ ૧પથી વધુને ઇજા

અમદાવાદ તા. ર૭ :.. અમદાવાદ જિલ્લાના કણભા નજીક આજે સોમવારે વહેલી સવારે ને ગમખ્વાર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે ૧૫થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને મળત્યુઆંક વધવાની શકયતા છે.
પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતની શરૂઆત કાર અને એક લક્ઝરી બસ વચ્ચે ટક્કર થવાથી થઈ હતી. ં અકસ્માત બાદ બંને વાહનોના ડ્રાઇવરો રસ્તા પર ઊતરીને સમાધાનની વાત કરી રહ્યા હતા. આ સમયે લક્ઝરી બસમાંથી પણ કેટલાક મુસાફરો નીચે ઊતર્યા હતા. તે જ સમયે પાછળથી અચાનક ધસી આવેલી અન્ય એક ટ્રક રોડ પર ઊભેલા આ મુસાફરો પર ફરી વળી હતી. આ ગંભીર દુર્ઘટનામાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ટ્રક અકસ્માત બાદ ૧૫થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની એલ.જી. હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાની જાણ થતા કણભા પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધી આ અંગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
