News of Monday, 27th October 2025
બનાસકાંઠાના વાવ થરાદમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકસાન
લાખણીના ડેરા ગામના ખેડૂતો દ્વારા પાકને મિણીયાથી ઢાંકીને બચાવવાનો પ્રયાસ

બનાસકાંઠાના વાવ થરાદમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થવા પામ્યુ છે. વરસાદ વચ્ચે તૈયાર પાકને નુકસાનીથી બચાવવા ખેડૂતો મથામણ કરતા જોવા મળ્યા છે. લાખણીના ડેરા ગામના ખેડૂતો દ્વારા મગફળીનો પાક બચાવવાનો પ્રયાસ કરાયો છે. ખેડૂતો દ્વારા પાકને મિણીયાથી ઢાંકીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વધુ વરસાદ પડશે તો ખેડૂતોને વધારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
