<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

વિભાગોથી વાકેફ થઇ કામગીરીનો શુભારંભ કરતા નવા પ્રધાનોઃ ધારાસભ્‍યો નવા આવાસમાં

આધુનિક સુવિધાપુર્ણ ફલેટનું લોકાર્પણઃ વરસાદી પાણી ન ભરાય તેવી વ્‍યવસ્‍થા

ગાંધીનગર ખાતે નવા સદસ્‍ય નિવાસ ધારાસભ્‍યોને નવા વર્ષની ભેટ મળી છે આ સદસ્‍યનિવાસ ગાંધીનગરના મધ્‍યમાં આવેલ છે.(તસ્‍વીરઃ નિમિષ ગણાત્રા-ગાંધીનગર)

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૭ :.. રાજય મંત્રી મંડળના વિસ્‍તરણ બાદ આજથી મંત્રીશ્રીઓ પોત પોતાના વિભાગની સોંપવામાં આવેલ જવાબદારીની શરૂઆત કરશે. મંત્રીશ્રીઓ પોતાના વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ સાથે પરિચય મેળવશે. અને કામગીરીનો આરંભ કરશે.

ગુજરાતના તમામ ધારાસભ્‍યોને આજથી શરૂ થતા નવા વર્ષમાં નવા સદસ્‍ય નિવાસ ખાતે ફાળવવામાં આવેલ આવાસમાં વિધિવત રીતે જશે. સેકટર નં. ૧૭ ખાતે બનાવેલ આવાસોનું ભાઇબીજના દિવસે કેન્‍દ્રીય ગૃહમંત્રીના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું છે.

આ સદસ્‍ય નિવાસ કુલ ર૮,પ૭૬ ચો. મી. જમીનમાં બનાવવામાં આવ્‍યા છે. આ સદસ્‍ય નિવાસ પ્રથમ ગાંધીનગર ખાતે વિધાનસભાની શરૂઆત થઇ ત્‍યારે સદસ્‍ય નિવાસ આ જગ્‍યાએ જ હતાં. આ મકાનોમાં ૩ બેડરૂમ, લિવિંગ રૂમ તથા સર્વન્‍ટ રૂમની ખાસ સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે. આ આવાસોમાં ફિકસ તથા લુઝ ફર્નીચર આપવામાં આવ્‍યું છે.

આવાસોના લોકાર્પણ બાદ કેન્‍દ્રીય ગૃહ મંત્રી અને વિધાસભાના અધ્‍યક્ષે મુલાકાત લઇને નિરીક્ષણ કર્યુ હતું. આ નવા સદસ્‍ય નિવાસ પાછળ અંદાજે રૂા. ૩રપ કરોડનો ખર્ચ કરવામાં આવ્‍યો છે. આ નવા સદસ્‍ય નિવાસ સંકુલમાં જરૂરીયાતોને ધ્‍યાનમાં લઇને વિશાળ ગાર્ડન, ૩૦૦ વ્‍યકિતઓ ધારાવતો મલ્‍ટીપર્પઝ હોલ, સ્‍વિમિંગ પુલ, કેન્‍ટીન, જીમ, પ્રોવિઝન સ્‍ટોર તબીબી સેવા વગેરે સુવિધાઓ ધ્‍યાનમાં રાખવામાં આવી છે.

આ ઉપરાંત પાર્કિંગ વ્‍યવસ્‍થા પણ પુરતા પ્રમાણમાં કરવામાં આવી છે. આ સદસ્‍ય નિવાસ કેમ્‍પસના અંદરના રસ્‍તા આર. સી. સી. ના બનાવવામાં આવ્‍યા છે. તેમજ વરસાદી પાણી ન ભરાય તે માટે વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આમ આજથી નવા સદસ્‍ય નિવાસ બે-ત્રણ દિવસમાં ધમધમતા થઇ જશે. 

(3:11 PM IST)