<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

અરવલ્લીના મેઘરજમાં બે કલાકમાં પોણા બે ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો :નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી:સવારથી જ વરસાદી માહોલ જામ્યો: મોડાસા, માલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ

અરવલ્લી જિલ્લામાં  મેઘરજમાં સવારથી જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. બે કલાકમાં ધોધમાર  પોણા બે ઇંચ વરસાદ ખાબકી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.  આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. આજ સવારથી જ  વરસાદી માહોલ જામ્યો છે. મોડાસા, માલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

 


 

(6:49 PM IST)