<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

કેબિનેટ મંત્રી તરીકે ત્રીજી વખત કુંવરજીભાઈ બાવળિયાએ ચાર્જ સંભાળ્‍યો

શ્રમ,રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે પ્રેઝન્‍ટેશન અને માર્ગદર્શન મેળવી વિભાગો હેઠળ આવતી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા સૂચના

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨૮ :. જસદણ વિધાનસભા મત વિસ્‍તારમાંથી સાત-સાત વખત ધારાસભ્‍ય તરીકે અને રાજકોટ લોકસભા બેઠક ઉપરથી સંસદ સભ્‍ય તરીકે ચૂંટાયેલા અને ત્રીજી વખત રાજ્‍યના કેબિનેટ મંત્રી તરીકે કુંવરજીભાઈ બાવળીયાએ મંત્રી તરીકે ગઈકાલે ચાર્જ સંભાળ્‍યો હતો.

અગાઉ પાણી પુરવઠા,પશુપાલન, જળસંપતિ,નાગરિક પુરવઠા સહિતના વિભાગો સંભાળતા કુવરજીભાઈ બાવળિયાને નવા મંત્રીમંડળમાં શ્રમ,કૌશલ્‍ય,રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગ જેવી મહત્‍વની જવાબદારી આપવામાં આવી છે.

ગઈકાલે કુવરજીભાઈ બાવળિયાએ નવા વિભાગનો ચાર્જ સંભાળ્‍યો હતો ત્‍યારે તેમણે તેમના વિભાગ હેઠળ આવતા ઉચ્‍ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી જેમાં તેમણે અધિકારીઓ પાસેથી પ્રેઝન્‍ટેશન અને માર્ગદર્શન મેળવી રાજ્‍યના શ્રમિકો, ગરીબો,કારીગરો માટે રોજગારી ઊભી કરવી અને પૂરી પાડવા તેમજ ગ્રામીણ મહિલાઓને પગભર કરી સ્‍વનિર્ભર કેમ બનાવવા,ગ્રામ્‍ય કારીગરોને રોજગારી મળી રહે તે માટે ગામડું સમળદ્ધ બનાવવા જેવી મહત્‍વની યોજનાઓની માહિતી મેળવી નવા વર્ષથી જ લોક કલ્‍યાણના કામો,કારીગરોને સ્‍વનિર્ભર બનાવી ગ્રામ્‍ય મહિલાઓ માટે બનાવવામાં આવેલ યોજનાનો લાભ વધુમાં વધુ તેમના સુધી પહોંચે તે માટે ગઈકાલથીજ કામગીરીના શ્રી ગણેશ કર્યા હતા. તેમણે અધિકારીઓને સ્‍પષ્ટ સૂચનાઓ પણ આપી હતી કે ગુજરાતના ગામે ગામ આપણા વિભાગ હેઠળ આવતી જુદી જુદી સરકારી યોજનાની લોકો સુધી માહિતી પહોંચે અને લોકો તેમનો વધુ લાભ લે તે માટે અધિકારીઓને સૂચના પણ આપી હતી.

(1:16 PM IST)