News of Tuesday, 28th October 2025
તેલંગણામાં ગુજરાત હસ્તકલા ઉત્સવઃ પ્રદર્શન અને વેંચાણ
તેલંગણાના હૈદરાબાદમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ગુજરાત હસ્તકલા ઉત્સવ (પ્રદર્શન-વેંચાણ)ના ઉદઘાટન પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા. ર૮: હૈદરાબાદ-તેલંગણામાં ગુજરાતી હાથશાળ-હસ્તકલાના કલા-કારીગરોને માર્કેટિંગ પ્લેટફોર્મ માટે ‘ગુજરાત હેન્ડીક્રાફટસ ઉત્સવ' શીલ્પારામમ ખાતે તા.૨૧/૧૦/૨૦૨૫ થી તા.૦૧/૧૧/૨૦૨૫ સુધી એક પહેલ આત્મનિર્ભર સ્વદેશી ગુજરાતના સંકલ્પ થકી પ્રદર્શન-સહ-વેચાણ ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા યોજેલ છે.
ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા હાથશાળ-હસ્તકલાનાં કારીગરોને રાજયના વિવિધ શહેરો તથા ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં માર્કેટિંગ પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવે છે.
તેલંગણાની કલા-રસિક જનતા ગુજરાતી હસ્તકલાને આવકારે છે અને હૈદરાબાદમાં જેની બોલબાલા છે. આ ઉત્સવ દરમ્યાન બહોળી સંખ્યામાં હૈદરાબાદવાસીઓ ઉપસ્થિત રહી ગુજરાતના કલા-કસબીઓને પ્રોત્સાહિત કરેલ.
ઉત્સવનું ઉદ્દઘાટન શીલ્પારામમ આર્ટ એન્ડ કલ્ચરલ સોસાયટીનાં સ્પેશીયલ ઓફિસર જી.કિશન રાવ દ્વારા કરવામાં આવ્યું હતુ. જે ખાસ પ્રસંગે ઈન્ડેક્ષ્ટ-સી ના મેનેજર(વર્ગ-૧) આર.એસ. શાહ તેમજ શિલ્પારામમ તથા ઇન્ડેક્ષ્ટ-સી ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
શિલ્પારામમ-તેલંગણા ખાતેના આ સમગ્ર ઉત્સવનું આયોજન ઈન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામક ડો.સંજય જોષી આઈ.એ.એસ. ના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ કરેલ છે. ઈન્ડેક્ષ્ટ-સીના માધ્યમથી ગુજરાતની હસ્તકલાને જીવંત રાખી, વિકસાવી કલા-કસબીઓને રોજગારી પુરી પાડવાના આ મેળા-પ્રદર્શનની સફળતા માટે આદ્રા અગરવાલ આઈ.એ.એસ. ચેરમેનશ્રી, ઇન્ડેક્ષ્ટ-સી અને સચિવશ્રી, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા શુભેચ્છા પાઠવેલ છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
