<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

ધારાસભાની ૧૨૧ બેઠકો પર શહેરી મતદારોનું પ્રભુત્‍વઃ મહાનગર પરિષદ કાર્યરત કરાશે

ટ્રસ્‍ટ તરીકે ભરત ગાજીપરા છેઃ અન્‍ય અગ્રણીઓનો પણ સમાવેશ

ગાંધીનગર તા.૨૮:  ગુજરાતમાં જૂના અને સૂચિત ૯ મળી હાલ ૧૯ મહાનગર પાલિકા અસ્‍તિત્‍વમાં છે જેની ચૂંટણી જાન્‍યુઆરી/ફેબ્રુઆરી ૨૦૨૬માં  થવાપાત્ર છે. ગુજરાતની નવી મહાનગર પાલિકાના શહેરી મતદારોનું વર્ગીકરણ જોતા વિધાનસભાના ૧૮૨ ધારાસભ્‍યો પૈકી ૧૨૧ થી વધુ ધારાસભ્‍યો હવે શહેરી વિસ્‍તારનું પ્રતિનિધિત્‍વ કરશે. મહાનગર પાલિકાના વિકાસ કાર્યોમાં સામ્‍યતા અને સાતત્‍ય જળવાય તે અને સરકારને પૂરક બની કામ કરવા માટે મહાનગર પરિષદની રચના થયેલ છે જેનું રજીસ્‍ટ્રેશન રાજ્‍યના પાટનગર ગાંધીનગરમાં થયેલું છે જે કેન્‍દ્ર સરકારના નીતિ આયોગમાં પણ રજીસ્‍ટ્રેશન ધરાવે છે. સંસ્‍થાના સ્‍થાપક ભાજપના જૂના આગેવાન ભરત ગાજીપરા કે જે ૨૫ વર્ષથી ગુજરાત પંચાયત પરિષદનું સુચારૂ સંચાલન કરે છે ટ્રસ્‍ટી તરીકે આ જવાબદારી તેમને તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સોંપેલ હતી.

મહાનગર પરિષદ રાજ્‍યના તમામ ચૂંટાયેલ કોર્પોરેટર અને પદાધિકારીઓને તજજ્ઞો મારફત તાલીમ આપશે અને શહેરી વિસ્‍તારની રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારની વિવિધ સહાય યોજના સામાન્‍ય પ્રજાજન સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે તેમજ રાજ્‍ય સરકારમાં વિવિધ મહાનગર પાલિકાનાપ્રશ્‍નોનું સંકલન અને માર્ગદર્શન કરશે.

 શ્રી ભરત ગાજીપરાએ જણાવ્‍યા મુજબ ભવિષ્‍યમાં સરકારના સહયોગથી મહાનગર પરિષદનું ભવન ઊભું કરી રાજ્‍યના તમામ કોર્પોરેટર જે ગાંધીનગર સરકારી કામે આવશે તેની રહેઠાણ અને માર્ગદર્શનની વ્‍યવસ્‍થા ઊભી કરશે. ગુજરાત બાદ ભાજપ શાસિત રાજ્‍યોમાં પ્રથમ તબક્કે મહાનગર પરિષદ કાર્યાન્‍વિત કરાશે બાદ દેશના પ્રત્‍યેક રાજ્‍યમાં આ સંસ્‍થા કાર્ય કરશે.

વર્તમાન આ સંસ્‍થાના પદાધિકારી તરીકે પ્રથમ પ્રમુખ સુરતના પૂર્વ મેયર શ્રીમતિ હેમાલી બોઘાવાલાની નિમણૂંક કરાયેલ છે. ઉપપ્રમુખ તરીકે અમદાવાદના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના ધર્મપત્‍ની અને મહિલા અગ્રણી શ્રીમતિ અંજના મકવાણા છે, શ્રી તરુણભાઇ બારોટ કે જેઓ પૂર્વ સાંસદ શ્રી જયંતીભાઈ બારોટના સુપુત્ર અને બક્ષીપંચ સમાજના આગેવાન જુના જનસંઘી તેમજ ભારત સેવા કેન્‍દ્ર ગાંધીનગરના સ્‍થાપક ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે, વિશ્વ પ્રસિદ્ધ બગદાણા આશ્રમના મેનેજીંગ ટ્રસ્‍ટી અને પૂર્વ ધારાસભ્‍ય શ્રી જનકભાઈ કાછડીયા (બગદાણા) ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે, ભાવનગરના પૂર્વ મેયર અલંગ ઓથોરિટીના ચેરમેન જુના જનસંઘી અને અનેક સેવાકીય સંસ્‍થાઓ સાથે જોડાયેલા શ્રી ગિરીશભાઈ શાહ સંકલન સમિતિના કન્‍વીનર તરીકે સેવા આપે છ,ે રાજકોટ મહાનગર ભાજપના પ્રમુખ સંઘ અને જનસંઘ પરિવારના શ્રી માધવ દવે આંતરીક ઓડિટર તરીકે સેવા આપે છે, માનદ મંત્રી તરીકે મુકેશ સખીયા કે જેઓ રાષ્‍ટ્રિય સ્‍તરે અને રાજ્‍ય સ્‍તરે સરપંચો સહિત અનેક સામાજીક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે, સોશિયલ મીડિયાના રાષ્‍ટ્રીય અને રાજ્‍ય સ્‍તરે અનેક એવોર્ડ જીતનાર રાજકોટ ભાજપ મહિલા મોરચાના અગ્રણી શ્રીમતિ નીના વજીર મંત્રી તરીકે સેવા આપે છે, ઝ્‍ષિવંશી સમાજના ભામાશા પ્રદેશ બક્ષીપંચ મોરચાના આગેવાન અને પ્રખર જનસંઘી શ્રી રામજીભાઈ પાડલીયા ના સુપુત્ર એવા શ્રી હેમરાજ પાડલીયા મંત્રી તરીકે સેવા આપે છે.

  પૂર્વ રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન ઉમિયા પરીવારના ઙ્કદેશ મહિલા અગ્રણી અને શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી કાંતિલાલ અમળતિયાના ધર્મપત્‍નિ શ્રીમતી જ્‍યોત્‍સનાબેન અમળતિયા ખજાનચી તરીકે સેવા આપે છે, રાષ્‍ટ્રીય અને રાજ્‍ય સ્‍તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટ્રેનર અને ઉચ્‍ચ સરકારી અધિકારી શ્રીમતી નિલાબેન પટેલ કારોબારી સદસ્‍ય તરીકે સેવા આપે છે અને શ્રીમતી ઇલાબેન આચાર્ય કે જેઓ જાણીતા પર્યાવરણવિંદ હોમ ગાર્ડન અને બોનસાઇ વળક્ષોના આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ ધરાવતા અનેક એવોર્ડ વિજેતા મહિલા અગ્રણી પણ કારોબારી સદસ્‍ય તરીકે સેવા આપે છે. સ્‍થાપક આ ટીમ રાષ્‍ટ્રીય સ્‍તરે કામ કરશે જેમાં ભાજપના જાહેરજીવનના જુના/નવા આગેવાનોનો સમન્‍વય કરેલ છે. ગુજરાતમાં જાન્‍યુઆરી/ફેબ્રુઆરીના અંતમાં ચૂંટણી બાદ નવી ચૂંટાયેલી ટીમને બંધારણ મુજબ મોટાભાગનું સંસ્‍થાનું સંચાલન સોંપી દેવાશે.  મહાનગર પરિષદમાં રાષ્‍ટ્રીય કે રાજ્‍ય સ્‍તરે સેવા આપવા માંગતા કાર્યકર ભાઇ બહેનો આવકાર્ય છે સરકાર અને સંગઠનની અનુમતિથી તેમની સેવા લેવાશે. (૩.૧૬)

(3:09 PM IST)