તા. ૨૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૧ ગુરૂવાર
News of Tuesday, 28th October 2025
રાજ્ય ચૂંટણી આયોગે 6 મહાનગરપાલિકા તથા 1 નગરપાલિકા માં અનામત બેઠકોની ફાળવણી કરી
અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા, રાજકોટ, જામનગર મહાનગરપાલિકાની અનામત બેઠકો ફાળવણી કરી દેવાઈ

અમદાવાદ :સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા તથા નગરપાલિકા અનામત બેઠકોની ફાળવણી કરી દીધી છે. રાજ્ય ચૂંટણી આયોગે 6 મહાનગરપાલિકા તથા 1 નગરપાલિકા માં અનામત બેઠકોની ફાળવણી કરી છે. અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા, રાજકોટ, જામનગર મહાનગરપાલિકાની અનામત બેઠકો ફાળવણી કરી દેવાઈ. થરાદ નગરપાલિકાની અનામત બેઠકોની પણ ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે મનપાનુ રોટેશન અને અનામત બેઠકોની યાદી જાહેર કરી છે .
અમદાવાદ શહેરમાં કુલ 48 વોર્ડની 192 બેઠકો છે. 192 બેઠક પૈકી 133 સીટ અલગ અલગ સમાજને માટે, જયારે 59 બેઠક સામાન્યને ફાળવાઈ છે. અનામત રખાયેલ બેઠકો પૈકી ઓબીસીને 52 સીટ ફાળવવામાં આવી છે. જ્યારે એસી ને 20 બેઠક 2 બેઠક અનામત અને 96 બેઠક સ્ત્રી અનામત રહી છે. શહેરની કુલ વસતી 56 લાખ 64 હજાર 62 ( 2011 ) ની સ્થિતિ એ છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
