News of Tuesday, 28th October 2025
મોડાસા-લુણાવાડા રોડ પર કાળજુ કંપાવનારી હિટ એન્ડ રનની ઘટના :કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લઈને 5 કિલોમીટર સુધી ઢસડયો
અન્ય કાર ચાલકો અને સ્થાનિક લોકોએ કારને રોકવાના પ્રયાસ કર્યા અને આખરે આરોપી કાર ચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો

મહીસાગર જિલ્લાના મોડાસા-લુણાવાડા રોડ પર કાળજુ કંપાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા બાદ તેને 5 કિલોમીટર સુધી ઢસડતો લઈ ગયો હતો. આ ઘટના મોડાસા-લુણાવાડા રોડ પર બન્યો હતો. કાર ચાલકે ઝડપી વાહન ચલાવતા બાઈક ચાલકને ટક્કર મારી અને તેને અડફેટે લીધો હતો. ત્યારબાદ કાર ચાલકે વાહન રોક્યું નહીં અને બાઈક ચાલકને કારની સામેના ભાગમાં અટવાયેલા હાલતમાં 5 કિમી સુધી ઢસડતો લઈ ગયો હતો.
આ દરમિયાન બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ ભયાનક દૃશ્યને પસાર થતા અન્ય એક કાર ચાલકે જોયું અને તેણે તુરંત વીડિયો બનાવીને રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ઘટનાની જાણ બાકોર પોલીસ સ્ટેશનને થઈ હતી. પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. અન્ય કાર ચાલકો અને સ્થાનિક લોકોએ કારને રોકવાના પ્રયાસ કર્યા અને આખરે આરોપી કાર ચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. જ્યારે બાઈક સવારને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
મહીસાગર જિલ્લામાં હિટ એન્ડ રનની કાળજુ કંપાવનારી ઘટના પ્રકાશમાં આવતા જ લોકોએ તેના પર ફિટકાર વરસાવ્યો હતો. કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લઈ 5 કિમી સુધી ઢસડ્યો હતો. આ દરમિયાન બાઇક ચાલક બેભાનાવસ્થામાં નીચે પટકાય છતા તેણે ગાડી અટકાવી નહોતી. અકસ્માત સર્જી ફરાર થઈ રહેલા કાર ચાલકને સ્થાનિકોએ પક્ડ્યો હતો. સ્થાનિકોએ આરોપી કાર ચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો હતો
પકડનારા લોકોનો દાવો છે કે, કાર ચાલક દારૂના નશામાં હતો. મગ્ર ઘટનાની જાણ બાકોર પોલીસને થતા બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આરોપીને કસ્ટડીમાં લઇને સમગ્ર મામલે તપાસ આદરી છે. બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
