તા. ૨૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૭ ગુરૂવાર
ગીર અભયારણ્યમાં ટિકિટની કાળાબજારીની તપાસ દેશવ્યાપી બની
ગીર સફારી બુકિંગમાં કૃત્રિમ અછત ઊભી કરવાનો મામલો : રાજ્ય બહારના ૫ અભયારણ્યોના વાઉચરો તપાસ એજન્સીને મળ્યાઃ વધુ આરોપીઓની સંડોવણી હોવાનું જણાતા ધરપકડનો આંક વધવાની શક્યતા

અમદાવાદ તા.૨૯: જૂનાગઢના સાસણના સ્થિત ગીર જંગલ સફારી બુકિગ અને દેવળિયા જીપ્સી સફારી બુકિગ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ પર ટિકિટના એડવાન્સ બુકિગ કરી ટિકિટની કાળાબજારી તથા કૃત્રિમ અછત ઊભી કરતી ટોળકીના ૫ સાગરીતોની ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ધરપકડ કરી છે. આ મામલે હવે હવે તપાસ દેશવ્યાપી બની છે. તપાસ એજન્સીએ દેશના પ્રખ્યાત જંગલ સફારીની વેબસાઈટ્સના ડેટા મગાવ્યા છે. ટેકનિકલ ટીમ તમામ ડેટાની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. એસપી ડો. રાજદીપસિહ ઝાલાના માર્ગદર્શનમાં સ્ટેટ સાયબર સેલની ટેકનિકલ ટીમ ક્યારે, કેવી રીતે, કેટલી ટિકિટના સ્લોટ કેટલા રૂપિયામાં વેચાયા તેની તપાસ કરી રહી છે.
આરોપીઓ ગીર જંગલ સફારી ટિકિટ બુકિગ માટે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ પરથી એડવાન્સમાં બુકિગ કરી લેતા હતા. ત્યારબાદ ટોળકીના સાગરીતો સિઝનમાં જ્યારે પ્રવાસીઓ ઉમટી પડે ત્યારે ટિકિટની કૃત્રિમ અછત ઊભી કરીને મનફાવે તે પ્રકારે જંગલ સફારીની ટિકિટના ભાવ પ્રવાસીઓ પાસેથી વસૂલતા હતા. આ પ્રકારની અનેક ફરિયાદો ગાંધીનગરના ગૃહ વિભાગ સુધી પહોંચતા તપાસની સૂચના અપાઇ હતી. આ સમગ્ર કૌભાંડની તપાસ ખૂબ જ ટેકનિકલ હોવાથી ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના એસપી ડો. રાજદીપસિહ ઝાલાના યુનિટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને કામગીરી સોંપાઈ હતી. તેમણે ૨૦૨૪ના જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૫ સુધીના એડવાન્સ બુકિગના ડેટાની તપાસ કરાવતા હકીકત ખૂલી કે હજારોની સંખ્યામાં અગાઉથી જ ટિકિટના એડવાન્સ બુકિગ થયેલા છે. રજા અને તહેવારના દિવસોમાં ટૂર્સ ઓપરેટર મારફતે મોંઘી અને બમણી કિમતે ટિકિટોનું વેચાણ થયું હતું. આ ટીમે આ કૌભાંડમાં અત્યાર સુધીમાં ૫ આરોપીની ધરપકડ કરી છે. તપાસ ટીમનું માનવું છે દેશના અન્ય પ્રખ્યાત અભયારણ્યોમાં થતી સફારીમાં આ જ પ્રકારે સરકારી વેબસાઈટનો એક્સેસ તથા ડેટા મેળવીને ટિકિટના સ્લોટ બુક કરીને કૃત્રિમ અછત પેદા કરીને પર્યટકો પાસેથી બમણા ભાવ વસૂલીને ટિકિટ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે. આ કૌભાંડમાં હજુ પણ વધુ આરોપીઓની સંડોવણી હોવાનું જણાતા ધરપકડનો આંક વધવાની શક્યતા છે. એજન્સીની કરેલી તપાસમાં શું ખૂલ્યું ? ગીર સફારીની પરમીટ ૧૨,૦૦૦ કન્ફોર્મેશન પેમેન્ટના ઈ-મેઈલ ૮૬૫૦ ટિકિટની પીડીએફ ફાઈલની લિક ૧૦,૨૭૮ રણથંભોર (રાજસ્થાન), તાડોબા (નાગપુર મહારાષ્ટ્ર), જીમ કોર્બેટ (નૈનિતાલ ઉતરાખંડ), કાઝીરંગા (આસામ), બાંધવગઢ (ઉમરિયા મધ્ય પ્રદેશ) ૧. અલ્પેશકુમાર મનસુખલાલ ભલાણી (રહે. હેબતપુર રોડ, થલતેજ, અમદાવાદ), ૨. સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ (રહે. સાસણગીર, જૂનાગઢ), ૩. એજાજ નુરમહમંદભાઈ શેખ (રહે. સાસણગીર, જૂનાગઢ), ૪. અજયકુમાર ધનશ્યામભાઈ ચૌધરી (રહે. દિલ્હી), ૫. અરવિદ શ્રીકાંત ઉપાધ્યાય (રહે. દિલ્હી)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
