તા. ૨૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૭ ગુરૂવાર
મોસાદ અને સીઆઈએએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું કાવતરું ઘડ્યું હતું : કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ કુમાર કેતકરે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીના પરિણામો અંગે એક મોટો દાવો કર્યોઃ મોસાદ પાસે રાજ્યો અને મતવિસ્તારોનો વિગતવાર ડેટા છે : સાંસદના મતે ૨૦૧૪માં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહ સામે અસંતોષ હતો પરંતુ એટલી હદે નહીં કે કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યા10:13 AM IST
થાઈલેન્ડમાં ‘જળપ્રલય': ૩૩ના મોત : આફત વચ્ચે વહીવટીતંત્રે શહેર ખાલી કરવાનો આદેશ આપ્યોઃ હજારો લોકોનું સ્થળાંતર શહેરો બેટમાં ફેરવાયાઃ વિજળીના તાર પર લોકો ચડયાઃ ૩૦૦ વર્ષનો રેકોડબ્રેકઃ ચારેબાજુ તારાજીના દ્રશ્યોઃ પ્રવાસીઓને પુરગ્રસ્ત વિસ્તારોમાં ન જવા અપીલઃ લશ્કર મદદે પહોંચ્યું: હેલીકોપ્ટરની મદદથી રેસ્કયું2:59 PM IST
ભારતમાં ટેસ્લાની એન્ટ્રી માટે નવો પ્લાન: કાર પહેલાં ચાર્જિંગ નેટવર્કનું જાળું બિછાવશે: કંપની ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ આપવા માટે પોતાનું અદ્યતન 'સુપરચાર્જર નેટવર્ક' ઊભું કરવાની તૈયારીમાં ઈલોન મસ્કની કંપની ટેસ્લા ભારતીય બજારમાં પગપેસારો કરવા માટે નવી રણનીતિ અપનાવી રહી છે. : કંપની ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ આપવા માટે પોતાનું અદ્યતન 'સુપરચાર્જર નેટવર્ક' ઊભું કરવાની તૈયારી કરી રહી છે.12:38 AM IST
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬નું હોલિડે કેલેન્ડર જાહેર: દિવાળી, મહાશિવરાત્રી અને પરશુરામ જયંતિ સહિતના મોટા તહેવારો રવિવારે આવતા રજા બગડશે, પણ નોકરિયાતો માટે ૫ મિની વેકેશનની સુવર્ણ તક : ૧૫ ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રી: ચાર માર્ચ બુધવારે હોળી ધુળેટી: ૨૭ મે ના રોજ બકરી ઈદ: ૨૬ જૂન મહોરમ તાજીયા: ૨૮ ઓગસ્ટે રક્ષાબંધન: ૧૫ સપ્ટેમ્બર સોમવારે જૈન સંવત્સરી: ૨૦ ઓક્ટોબર મંગળવારે દશેરા: ૮ નવેમ્બર રવિવારે દિવાળી : જુઓ સંપુર્ણ યાદી : સરકારે સ્પષ્ટ ગાઈડલાઈન આપી છે કે જો કોઈ જાહેર રજા રવિવારના દિવસે આવે તો તેના બદલામાં અન્ય કોઈ રજા કે વળતર આપવામાં આવશે નહીં: જાન્યુઆરી, જૂન અને ડિસેમ્બર મહિનામાં કોઈપણ રજાનું સેટિંગ કર્યા વગર સીધા જ લોન્ગ વિકેન્ડ એટલે કે લાંબી રજાઓ મળી રહેશે11:20 PM IST
વિદેશમાં સંપત્તિ છુપાવનારાઓ સાવધાન: 25,000 થી વધુ કરદાતાઓ IT વિભાગના રડાર પર! દંડથી બચવા 31 ડિસેમ્બર સુધીનો સમય! : આવકવેરા વિભાગે AI અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને દુબઈ સહિત અન્ય વિદેશી સ્થળોએ ભારતીયોની બિન-જાહેર કરેલી સંપત્તિની યાદી તૈયાર કરી: Black Money Act હેઠળ ₹10 લાખ સુધીનો દંડ અને 300% પેનલ્ટીનો ખતરો10:53 PM IST
દેશમાં બે-બે વાવાઝોડા ખતરો: સાઇક્લોન સેન્યારથી તમિલનાડુ-કેરળમાં ભારે વરસાદની ચેતવણી:બંગાળની ખાડીમાં સર્જાયું સાઇક્લોન 'ડિટવાહ' : બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત ડિટવાહ ટૂંક સમયમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના દરિયાકાંઠે ટકરાશે: ચક્રવાત સેન્યાર નિકોબાર ટાપુઓના ઉત્તરીય ટાપુ કાર નિકોબારથી 850 કિમી દક્ષિણપૂર્વમાં હતું તે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની ધારણા 10:33 PM IST
ઝઘડો, દુર્વ્યવહાર અને પછી ગોળીબારની ધમકીઓ:બિહારમાં હાર અંગે કોંગ્રેસની સમીક્ષા બેઠક આંતરિક ઝઘડામાં પરિણમી . : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને કારમી હાર બાદ સમીક્ષા બેઠક બોલાવી: બેઠક શરૂ થાય તે પહેલાં જ નેતાઓમાં હોબાળો મચી ગયો:આરોપ-પ્રતિઆક્ષેપોની આપ-લે થઈ અને ગોળીબારની ધમકીઓ પણ આપવામાં આવી8:19 PM IST
પાકિસ્તાનમાં 'મુનીર યુગ'નો પ્રારંભ: CDF બનતા જ હવે પાકિસ્તાનનો કંટ્રોલ મુનીરના હાથમાં! : સુધારા હેઠળ સર્જાયેલું આ પદ જનરલ મુનીરને ત્રણેય સશસ્ત્ર દળો (આર્મી, એરફોર્સ, નેવી) ના સુપ્રીમ કમાન્ડર : પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સંરક્ષણ દળોના પ્રથમ વડા (CDF) નિયુક્ત, 27મા બંધારણીય સુધારાથી મળ્યો રાષ્ટ્રપતિ જેવો 'આજીવન કાનૂની સંરક્ષણ' અને પાંચ વર્ષનો લંબાયેલો કાર્યકાળ 8:10 PM IST
INDIA ગઠબંધનમાં આંતરિક વિખવાદ: સુપ્રિયા સુલેએ નીતિશ કુમારની પ્રશંસા કરી : રાહુલ ગાંધી-કોંગ્રેસની 'SIR' વ્યૂહરચના પર કર્યા પ્રહાર : NCP સાંસદ સુપ્રિયા સુલેએ બિહાર વિધાનસભાના પરિણામો પર આત્મનિરીક્ષણની અપીલ કરી: NDA ની જીત નીતીશ કુમારને કારણે થઈ અને કોંગ્રેસ હજી 'SIR' ના નારામાં અટવાયેલી છે.6:19 PM IST
દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦૦ મિલિયન ટન સુધી પહોંચનાર ભારતનું સૌથી ઝડપી મુખ્ય બંદર બન્યું : કંડલા પોર્ટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવા તરફ ગતિશીલ : "મને ગર્વ છે કે કંડલા પોર્ટે ૧૦૦ મિલિયન ટન નિકાસનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે,કાર્ગો-લોડિંગ લક્ષ્યને પણ વટાવીશું અને એક નવો રેકોર્ડ સ્થાપિત કરીશું, મજૂર ભાઈઓનો સૌથી મોટો ફાળો, તેમને વધુ સારી સુવિધા આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું : દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમારસિંહ4:49 PM IST
હનુમાન ચાલીસાના વિડિયોએ યુટયુબ પર પાંચ અબજથી વધારે વ્યુઝ મેળવ્યા : ગુલશન કુમાર અભિનીત ટી-સિરીઝના વિડિયોને રેકોર્ડબ્રેક ૫,૦૦,૬૭,૧૩,૯૫૬ વ્યુઝ મળ્યાઃ ૧૪ વર્ષમાં ભારતમાં સૌથી વધુ જોવાયો છે હનુમાન ચાલીસાનો આ યુટયુબ વિડિયો : આ વિડિયોમાં હનુમાન ચાલીસાનું પઠન હરિહરન કરે છે અને મ્યુઝિક કમ્પોઝિશન લલિત સેનનું છેઃ ‘ઝરૂરી થા', ‘વાસ્તે', ‘લોન્ગ લાચી, લૂંટ ગએ', ‘દિલબર' અને ‘બમ બમ બોલે' પણ ભારતમાં ટોચના સ્થાન પર છે9:50 AM IST
૨૦૧૩માં સેન્સેક્સ ૨૧,૦૦૦ પર હતો, હવે ૮૬,૦૦૦ને પાર : યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અને વિદેશી મૂડી પ્રવાહની વધતી અપેક્ષાઓ વચ્ચે ભારતીય શેરબજારે ઇતિહાસ રચ્યો ૧૯૭૯માં તેની સ્થાપના પછીથી સેન્સેક્સ દર દાયકામાં ચાર ગણો વધ્યો છે : છેલ્લા ૧૨ વર્ષમાં નિફ્ટી પણ ૪૦૦ ટકાથી વધુ ઉછળ્યો છે3:47 PM IST
મલાક્કા સ્ટ્રેટમાં ૧૮૩ વર્ષનો રેકોર્ડ તૂટયોઃ વાવાઝોડું ‘સેન્યાર' સક્રિયઃ સુમાત્રામાં ભારે વરસાદઃ ભારતીય તટ પર અસર નહીં: ભારે વરસાદની ચેતવણી : દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક અલગ હવાનું હળવું દબાણ સક્રિય, જે આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છેઃ આ સિસ્ટમ્સને કારણે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને માહેમાં ૨૯ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા2:57 PM IST
આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સેવનાર નિષ્ઠાવાન રાષ્ટ્રવાદી અને દૂરદર્શી ઉદ્યોગપતિ શશિ રૂઈયા : એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક અને ચેરમેન તરીકે તેમણે તેમના અનોખા દ્રષ્ટિકોણ અને વ્યવસ્થાપન કૌશલ્યથી ભારતીય ઉદ્યોગપતિઓને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યા : જેમના વિઝને ભારતના ઔદ્યોગિક નકશાને નવી દિશા આપી : તેમનું માનવું હતું કે ભારતની સાચી પ્રગતિ ત્યારે જ થશે જ્યારે આપણે પાયાના ઉદ્યોગોમાં સ્વાવલંબી બનીશું : શશિ રૂઈયાની વિરાસત એટલે વિઝન, સાહસ અને રાષ્ટ્રનિર્માણ 3:51 PM IST
મહારાષ્ટ્રમાં 'મહાયુતિ'માં આંતરિક જંગ છેડાયોપ્પ: શિંદેના 'રાવણ' વાળા ટોણા સામે ફડણવીસનો વળતો પ્રહાર - 'અમે રામભક્ત છીએ, લંકા તો અમે જ બાળીશું': અમિતભાઈની દરમિયાનગીરી છતાં બંને પક્ષો વચ્ચેનો ગજગ્રાહ ઘટતો નથી : એકનાથ શિંદેએ ભાજપનું નામ લીધા વિના તેમને 'અહંકારી રાવણ' ગણાવ્યા હતા: જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે આક્રમક તેવર બતાવતા કહ્યું છે કે, 'અમે લંકામાં રહેનારા નથી પણ રામના અનુયાયી છીએ અને લંકા દહન કરતા અમને આવડે છે !11:55 AM IST
જામનગરનું વનતારા સંવર્ધન કેન્દ્ર વૈશ્વિક શ્રેષ્ઠતાનું કાયદેસરનું હબ છે : યુએન સાથે સંકળાયેલા વાઇલ્ડલાઇફ કન્વેન્શન દ્વારા સત્તાવાર પુષ્ટિઃ વિરોધીઓના ભ્રામક આક્ષેપો ફગાવ્યા : વનતારાના એન્ક્લોઝર્સ, પશુચિકિત્સા પદ્ધતિઓ, રેકર્ડ, બચાવ કામગીરી અને કલ્યાણકારી પ્રોટોકોલ્સનું વિગતવાર નિરીક્ષણ કરાયું: વનતારા સંબંધિત બધી ફરિયાદો અને મીડિયા અહેવાલો ‘‘નિરાધાર, પાયાવિહોણા અને કોઈપણ તથ્ય અથવા કાનૂની આધાર વિનાના'': વનતારામાં બધા પ્રાણીઓને કાયદેસર રીતે બિન-ધંધાદારી હેતુઓ માટે માન્ય આયાત પરવાના સાથે લાવવામાં આવ્યા હતાઃ વન્યજીવોની કોઈ દાણચોરી, કાળા નાણાંની હેરફેર અથવા નાણાકીય ગેરરીતિઓ આચરાઈ ન હતી10:17 AM IST
મહત્વના સમાચારો9:33 AM IST
ગાઝાની ગંભીર કરુણાંતિકા: ૧૦,૦૦૦ જેટલા લોકો હજુ પણ જમીનદોસ્ત થયેલી ઈમારતો નીચે દબાયેલા હોવાની ભીતિ વચ્ચે ૫૯૬ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા: કાટમાળ હટાવવાની કામગીરીમાં મહિનાઓ કે વર્ષોનો સમય લાગી જશે: અસલી તબાહીનો ચિતાર કાટમાળ હટ્યા બાદ જ સ્પષ્ટ થશે : હજારો ટન કાટમાળ નીચે દબાયેલા માનવ મૃતદેહોને કારણે રોગચાળો ફેલાવાનો ભય: ઉત્તરીય ગાઝાની સ્થિતિ વધુ વિકટ છે: ઘણા કિસ્સાઓમાં આખા પરિવારો કાટમાળ નીચે દટાઈ ગયા છે: મૃતદેહોની ઓળખ કરવી એ એક મોટો પડકાર: જે મૃતદેહો મળી આવ્યા છે તેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ10:30 PM IST
પૈસા આપો, કેસનો ઉકેલ લાવો:જયપુરમાં લાંચ કૌભાંડનો પર્દાફાશ: ITAT ન્યાયિક સભ્ય અને વકીલની ધરપકડ : CBI એ જયપુરમાં આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT) સાથે જોડાયેલા એક મોટા લાંચ કૌભાંડનો પર્દાફાશ કર્યો: એજન્સીએ લાંચ લેતી વખતે એક વકીલ અને ITAT જજની ધરપકડ કરી:દરોડામાં ₹1 કરોડથી વધુ રોકડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત 10:50 PM IST
"દબાણ, ધમકીઓ, અને પરિણામ? આખરે આત્મહત્યા,":રાહુલ ગાંધીના BLO વિપિનના મૃત્યુ પર ચૂંટણી અયોગ્ય અને ભાજપ પર આકરા પ્રહાર : ઉત્તર પ્રદેશના ગોંડામાં BLO વિપિન યાદવની આત્મહત્યાએ રાજકીય હોબાળો મચાવ્યો:કોંગ્રેસનો આરોપ છે કે વિપિન OBC મતદારોના નામ દૂર કરવા માટે દબાણ હેઠળ હતા: રાહુલ ગાંધીએ આ ઘટના માટે ભાજપ અને ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યા10:53 PM IST
ચક્રવાતી વાવાઝોડું 'સેન્યાર' તબાહી મચાવશે! આગામી 48 કલાકમાં તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી. : હિંદ મહાસાગર પર બનેલ નીચા દબાણવાળી સિસ્ટમ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ: આંદામાન ટાપુઓમાં ભારે વરસાદની ચેતવણી:આગામી થોડા દિવસોમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી11:06 PM IST
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કૃષ્ણા અલાવેરુથી નારાજ : બિહારમાં પરાજય અંગે કાલે દિલ્હીમાં સમીક્ષા બેઠક : બિહાર ચૂંટણીમાં 61 માંથી માત્ર છ બેઠકો જીતવાથી પાર્ટીમાં આંતરિક ઝઘડો વધ્યો:જો કોંગ્રેસ બિહારમાં પોતાને પુનર્જીવિત કરવા માંગે છે, તો તેણે આરજેડીની સમર્થન પ્રણાલી છોડી દેવી પડશે. આ મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે.11:13 PM IST
કેરળમાં સ્થાનિક ચૂંટણીઓ સાથે જ ચાલી રહેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ - એસઆઇઆર સામેની રિટ પિટિશનમાં સુપ્રીમ સમક્ષ દલીલો: ૯૦% ફોર્મ વિતરણ કામગીરી પૂર્ણ થયાનો ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં દાવો: ૭૦% ફોર્મ પરત આવી ગયા છે: કોઈ ઇસ્યુ નથી : કેરળ સરકારે અને સત્તાધારી પક્ષના સહયોગી સીપીઆઈએ આ બંને પ્રક્રિયાઓ એકસાથે યોજવા સામે વાંધો ઉઠાવ્યો:. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ૪ નવેમ્બરથી ૪ ડિસેમ્બર સુધી ચાલવાની છે: જ્યારે કેરળ રાજ્ય ચૂંટણી પંચે ૯ ડિસેમ્બર અને ૧૧ ડિસેમ્બરના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કર્યો છે11:20 PM IST
હોંગકોંગની મહા ભીષણ આગનો મૃત્યુ આંક ઝડપ વધી રહ્યો છે: રાત સુધીમાં સત્તાવાર ૩૬ લોકોના મોત: ૨૭૯ લાપતા: ૨૯ ને ઇજા સાત ગંભીર : બહુમાળી ઇમારતોમાં લાગેલી આગને કારણે ઇમારતોની અંદરનું તાપમાન ખૂબ ઊંચું છે અને કાટમાળ તેમજ બળી ગયેલા પાલખ નીચે પડી રહ્યા છે: જેના કારણે બચાવ કામગીરીમાં ગંભીર મુશ્કેલીઓ: લાપતા થયેલા લોકોમાં મોટી સંખ્યામાં વૃદ્ધો11:43 PM IST
મધ્યપ્રદેશના વીઆઇટી કેમ્પસમાં વિદ્યાર્થીઓનો હિંસક વિરોધ: વાહનો અને ઇમારતોને આગચંપી : હિંસા દરમિયાન એક બસ, બે ફોર વ્હીલ વાહનો, એક એમ્બ્યુલન્સ, છાત્રાલયની બારીના કાચ, એક આરો પ્લાન્ટ અને કેમ્પસના અન્ય ભાગોને નુકસાન પહોંચાડવામાં આવ્યું ચારેક હજાર વિદ્યાર્થીઓએ સિહોર કેમ્પસમાં જોરદાર દેખાવુ કર્યા11:56 PM IST
મલાક્કા સ્ટ્રેટમાં ૧૮૩ વર્ષનો રેકોર્ડ તૂટ્યો: વાવાઝોડું ‘સેન્યાર’ સક્રિય: સુમાત્રામાં ભારે વરસાદ: ભારતીય તટ પર અસર નહીં: અંદમાન અને નિકોબાર ટાપુઓ: ૨૬ અને ૨૭ નવેમ્બર દરમિયાન ભારેથી અતિભારે અને ૨૮ તથા ૨૯ નવેમ્બરના રોજ ભારે વરસાદની ચેતવણી : દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં એક અલગ હવાનું હળવું દબાણનું ક્ષેત્ર સક્રિય થયું છે, જે આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે: આ સિસ્ટમને કારણે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને માહેમાં ૨૯ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા12:40 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાવડોદરા મનપા અને રેલ્વે વિભાગ વચ્ચે લાંબા સમયથી ચાલતા વેરા સંબંધિત વિવાદનું સુપ્રીમ કોર્ટમાં નિવારણ : આખરે ન્યાયાલયે પાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો: રેલ્વે વિભાગે કુલ બાકી વેરા રૂા. 7 કરોડમાંથી શરૂઆતમાં રૂા. 2 કરોડની ચૂકવણી કરી દીધી જ્યારે બાકીના રૂા. 5 કરોડ ટૂંક સમયમાં ચૂકવવાની તૈયારી દર્શાવી 9:29 PM IST
પાટીદાર યુવક યુવતીઓને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાની સલાહ :બાપ દાદાએ જાળવેલી જમીન સાચવજો :દીકરીઓને પિતાની પાઘડીની ઈજ્જત સાચવવા અપીલ : પાલનપુરના ગઢ ગામમાં 16 ગામ લેઉઆ પટેલ સમાજ 28 માં સમૂહ લગ્નમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ સમાજમાં દીકરીઓએ અભ્યાસ ક્ષેત્રે આગળ વધવાની સાથે પરિવારની ઈજ્જત સાચવવા ટકોર કરી: પ્રભુતામાં પગલા માંડનાર 21 નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા.7:25 PM IST
જ્ઞાતિ, વર્ગ, ક્ષેત્ર કે ધર્મ પોતાના પૂર્વજોનું સન્માન નથી કરતો, તે ક્યારેય આગળ વધતો નથી : તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિ : સરદાર પટેલ ‘એક ભારત’ના શિલ્પી અને ગાંધીજીની શક્તિના આધારસ્તંભ : કેન્દ્રીય રાજ્ય મંત્રી એસ.પી. સિંગ બધેલ:સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા યાત્રાના બીજા દિવસે આસોદર ખાતે યોજાયેલી સરદાર ગાથામાં પ્રવચનો6:53 PM IST
શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગમે તેવી સ્થિતિમાં દ્રઢ મનોબળ અને અડગ વિશ્વાસથી વિકાસની ગતિ અને સામાન્ય માનવીના ભલા માટેના કામોની દિશામાં આગળ વધવા માટે સામૂહિક ચિંતનનું પ્લેટફોર્મ ચિંતન શિબિરો પુરું પાડે છે: મુખ્યમંત્રી:આપણને જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ. : લોકોના કામના નિકાલને બદલે ઉકેલ લાવીએ તેવું પોઝિટિવ થિંકિંગ રાખીએ: મુખ્યમંત્રી 6:34 PM IST
કચ્છી ખારેક અને કેસર કેરીથી લઇને હસ્તકલા અને વણાટકામના કચ્છ અને સૌરાષ્ટ્રના 10થી વધુ ઉત્પાદનોએ મેળવ્યો છે GI ટેગ : VGRC કચ્છ-સૌરાષ્ટ્ર GI ટેગ ઉત્પાદનોને પ્રમોટ કરશે અને સ્થાનિક કારીગરોને સશક્ત કરશે : VGRC નિકાસ ક્ષમતાઓમાં વધારો કરશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વોકલ ફોર લોકલ' વિઝનને વેગ આપશે2:36 PM IST
સરદાર@150 રાષ્ટ્રીય એકતા માર્ચ તેના બીજા દિવસે આણંદ જિલ્લાથી આગળ વધી : પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારત @2047ના વિઝન માટે દરેક નાગરિકની પ્રતિબદ્ધતાની જરૂર છે,": રાજ્યપાલ આર.એન. રવિ:યુનિટી માર્ચના બીજા દિવસે યોગ શિબિર, એક પેડ મા કે નામ, સરદાર ગાથા અને વારસો, સંવાદિતા અને સમુદાયની ભાગીદારીની ઉજવણી જેવા કાર્યક્રમો યોજાયા6:39 PM IST
ગુજરાતમાં રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા અધિકારીઓ અને ઈજારદારોને સ્પષ્ટ તાકિદ : માર્ગોના નિર્માણ અને રિસર્ફેસીંગમાં નાગરિક સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ : નિતીન ગડકરી : રાજ્યમાં હાઈવેઝ પર ૩૫ ટકાથી વધુનુ વાહન ભારણ રહે છે ત્યારે હાઈવેઝની યોગ્ય મરામત અને જરૂર જણાયે વિસ્તૃતિ કરણના કામો NHAI દ્વારા થતા રહે: ભૂપેન્દ્રભાઈ પટેલ : અમદાવાદ-મુંબઈ, રાજકોટ-ગોંડલ-જેતપુર, અમદાવાદ-ઉદયપુર માર્ગોના પ્રગતિ હેઠળના કામો ઝડપથી પુરા કરાવવા કેન્દ્રીયમંત્રીને મુખ્યમંત્રીની રજૂઆત : મુખ્યમંત્રીએ કરેલી રજૂઆતનો ત્વરિત પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રીએ ગુજરાતમાં NHAIના હાઈવે સહિતના અન્ય પ્રોજેક્ટ્સ માટે રૂ. ૨૦ હજાર કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની બેઠકમાં ખાતરી આપી2:34 PM IST
ડિસેમ્બરમાં કુમાર વિશ્વાસના વ્યાસાસને યોજાશે વિશ્વની પ્રથમ 'જલકથા' : ગીરગંગા પરિવારના જળસંચય મહાઅભિયાનને રાજકોટ બાપ્સના અપૂર્વમુનિ સ્વામીના આશીર્વાદ : : ૧૫ થી ૧૭ ડિસેમ્બર દરમિયાન રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ યોજાશે: ટ્રસ્ટ દ્વારા ૧૦ વર્ષમાં ૮,૩૫૪ જળસંચયના કામો દ્વારા ૭.૫૫ લાખ લોકોને સીધો લાભ મળ્યો * જળ સંચય એ માત્ર સામાજિક કાર્ય નહીં, પણ ‘આધ્યાત્મિક ફરજ’ છે: પૂ. અપૂર્વમુનિ સ્વામીએ ટ્રસ્ટના કાર્યાલયની મુલાકાત લીધી2:04 PM IST
બીજુ સંતાન પણ દિકરી રૂપે જન્મતા અસ્મીતાબેન દુઃખી હતાં: હત્યા-આત્મહત્યા પહેલા પતિને કર્યો હતો ફોન : ૮ અને ૫ વર્ષની દિકરીને દોરીથી લટકાવી જનેતા પોતે પણ લટકી ગઇ હતી : બીજી ડીલીવરી બાદ માસીકધર્મની સમસ્યાને કારણે શરૂ થયેલી શારીરિક પીડાઓથી પણ કંટાળી ગયા હતાં: નવાગામ શક્તિ સોસાયટીની ઘટનામાં બી-ડિવીઝન પોલીસે મૃતક અસ્મીતાબેન વિરૂધ્ધ દિકરીઓની હત્યા કરી આપઘાત કરી લેવાનો ગુનો દાખલ કર્યો2:51 PM IST
જન ઔષધી કેન્દ્રમા માત્ર સસ્તી દવા મળતી નથી તે સામાન્ય લોકો માટે આશા, સહાય અને આરોગ્યનો સહારો છેઃ ધીરુભાઈ સરવૈયા : લોકહિતકારક કાર્યરૂપે મહિલાઓ માટે માત્ર રૂ.૧ માં સેનેટરી નેપકિન ઉપલબ્ધ એ ‘ષાી આરોગ્ય માટે અત્યંત પ્રશંસનીય પહેલ': પ્રખ્યાત હાસ્ય કલાકાર પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રની મુલાકાતેઃ જનહિત માટે પ્રેરણાદાયી સંદેશ11:14 AM IST
દારૂ- ડ્રગ્સનું એપી સેન્ટર બનેલા ગુજરાતમાં ૪ વર્ષમાં ૧૬ હજાર કરોડના નશાયુકત દ્રવ્યો ઝડપાયા છતાં એકપણ જવાબદારને સજા નહિ!: પરેશ ધાનાણી : વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતાએ રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાતના યુવાનોને બરબાદ કરી રહેલા નશાના કાળા કારોબાર બદલ ભાજપ સરકાર પર ઠાલવ્યો રોષ :રાજકોટમાં જેટલી દુધની ડેરીઓ છે તેનાથી અનેકગણા વધુ દેશી અને અંગ્રેજી દારૂઓના અડ્ડા છેઃ ધારાસભ્ય મેવાણીએ થરાદમાં ભાજપ સરકારની ‘પોલખોલ' કર્યા બાદ જાગૃત નાગરિકોએ બળાપો ઠાલવવા સાથે બુટલેગરો- અસામાજીકોની માહિતીનો ધોધ વહાવતા મેસેજ અને કોલનો મારો ચલાવ્યો છેઃ પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા3:30 PM IST
સાળંગપુર જવાનું છે જમવાનું તૈયાર રાખજે કહી ૩ બાળકોને લઇ નીકળ્યા પછી પતિ ગાયબઃ ધ્યાનાબેન દાવડાની ફરિયાદ : પોતાને માનસિક રીતે હેરાન કરવા સાસુ-સસરા-જેઠ-જેઠાણી સહિતે પતિને ક્યાંક મોકલી દીધાનો આરોપ : સત્યસાઇ રોડ શ્રીજી હેરીટેજમાં રહેતાં પરિણીતાની તાલુકા પોલીસમાં ફરિયાદઃ લગ્નના બે જ મહિના બાદ પતિ શંકા કરી ત્રાસ આપતોઃ સાસુ, સસરા, જેઠ, જેઠાણીના પણ આરોપીમાં નામ2:54 PM IST
ખેતરના હલણ મામલે શેઢા પડોશીના હુમલામાં ખેડૂત કાળુભાઇ પરમારનું મોતઃ બનાવ હત્યામાં પલ્ટાયો : જસદણના ગોંડલાધારનો બનાવઃ બે મહિનાથી સારવાર બાદ ખેડૂતે રાજકોટમાં દમ તોડયો : જસદણ પોલીસે મૃતકના ભત્રીજા ભુરાભાઇ પરમારની ફરિયાદ પરથી દેહુર પરમાર અને તેના પુત્ર રાહુલ ઉર્ફ મંગળા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતોઃ મૃતક અને ભત્રીજા સંજય સામે પણ વળતો ગુનો દાખલ થયો હતો11:39 AM IST
ફિલ્મ 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' ના સમર્થનમાં યુવાનની સમઢિયાળાથી દ્વારકા સુધીની પદયાત્રા : ‘લાલો’ ફિલ્મ જોયા પછી યુવાને આત્મહત્યાનો વિચાર છોડી દીધો અને જીવવાની નવી ઊર્જા મળી: ‘લાલો’ ફિલ્મની ટીમ મહુવામાં આવી ત્યારે વિરાટભાઈએ ટીમ સમક્ષ આ વાત કહી અને ફિલ્મમાં શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા શ્રુહદભાઈએ તેને ગળે લગાવી આશીર્વાદ આપ્યા1:20 PM IST
ઓએમજી.......માત્ર સાત કલાકમાં પૃથ્વીનું ચક્કર લગાવે તેવું પેસેન્જર પ્લેન બનાવવા જઈ રહ્યું છે ચીન : પેસેન્જર વિમાનનો યુગ દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યો છે:સુપરસોનિક પ્લેનના આધારે વૃદ્ધિનો મદ્દાર રાખતો આ ઉદ્યોગ હવે સુપર સોનિક ટેકનોલોજીને બાયપાસ કરીને સીધો હાઇપર સોનિક પ્લેનની ટેકનોલોજી વિકસાવવામાં લાગી ગયો છે5:14 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મેગા ઓક્શન બાદ પાંચેય ટીમો તૈયાર:276 ખેલાડીઓમાંથી ફક્ત 67 ખેલાડીઓનું નસીબ ચમક્યું :જાણો કોનો કઈ ટીમમાં સમાવેશ : પાંચ ટીમોએ સામૂહિક રીતે કુલ ₹40.8 કરોડ ખર્ચ કર્યા : ₹21.65 કરોડ ભારતીય ખેલાડીઓ પર ખર્ચાયા :દીપ્તિ શર્મા સૌથી મોંઘી ખેલાડી: યુપી વોરિયર્સે ₹3.2 કરોડ માં ખરીદી:ઓક્શનમાં ત્રેવીસ વિદેશી ખેલાડીઓ પણ ઝળક્યા 11:48 PM IST
‘જેલર ૨'નો દબદબો યથાવત, વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કર્યો : ‘જેલર ૨' બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. માત્ર ૧૮ દિવસમાં, ફિલ્મે વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે : ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન રૂ.૫૩૩.૭૫ કરોડ પર પહોંચી ગયું છે, જે તેને ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બનાવે છે10:16 AM IST
જુનાગઢ હુણ પરિવારમાં શુભલગ્ન ચિ. કેવલ : ચિ.ક્રિષ્ના 10:38 AM IST
અશોકભાઇ ભટ્ટના આંગણે ઢોલ ધબુકશેઃ ચિ.ભાવન : ચિ.વિશ્વા 11:14 AM IST
સાવલિયા પરિવારમાં લગ્નોત્સવઃ મિલન-કોમલ2:21 PM IST










































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



























































































































































































