<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

કોંગ્રેસના નેતા - ભૂતપૂર્વ કેન્‍દ્રીય મંત્રી યોગેન્‍દ્ર મકવાણાનું અવસાન

પ્રભાવશાળી નેતાની ચિરવિદાયથી પાર્ટીને મોટી ખોટઃ તુષાર ચૌધરી

ગાંધીનગર તા. ર૯ :..  કોંગ્રેસના વરિષ્ઠ નેતા, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને ગુજરાતના દલિત સમાજના અગ્રણી  ડો. યોગેન્‍દ્ર મકવાણાનું નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં તેમજ અનુસૂચિત જાતિ સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સત્તાવાર રીતે તેમના નિધન પર ઊંડું દુઃખ વ્‍યક્‍ત કર્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. તુષાર ચૌધરી દ્વારા  શોક સંદેશમાં જણાવાયું હતું કે, ‘ગુજરાતના અનુસૂચિત જાતિ સમુદાયના પ્રભાવશાળી નેતા અને એસસી સમુદાયના ઉત્‍થાન માટે ઉત્‍કળષ્ટ કામગીરી કરનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો. યોગેન્‍દ્ર મકવાણાના નિધનના સમાચાર ખૂબ  દુઃખદ છે.'

પક્ષે દિવંગત આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને શોક સંતૃપ્ત પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્‍તિ મળે તેવી ભાવના વ્‍યક્‍ત કરી હતી.ડો. યોગેન્‍દ્ર મકવાણા કોંગ્રેસના એવા પીઢ નેતાઓમાં માહેના એક હતા જેમણે રાષ્‍ટ્રીય સ્‍તરે ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કર્યું હતું. તેઓ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્‍દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારોમાં કેન્‍દ્રીય મંત્રી તરીકે સેવા આપી ચૂકયા હતા. તેમણે કેન્‍દ્ર સરકારમાં ગળહ મંત્રાલય, કળષિ અને સંચાર જેવા મહત્‍વપૂર્ણ વિભાગોમાં રાજ્‍ય મંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી.તેમની ગણના ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમુદાયના સૌથી પ્રભાવશાળી અને અભ્‍યાસુ નેતાઓમાં થતી હતી. દલિત સમાજના અધિકારો અને તેમના ઉત્‍થાન માટે તેમણે કરેલી કામગીરીને હંમેશા યાદ રાખવામાં આવશે.

(11:40 AM IST)