News of Wednesday, 29th October 2025
ગુજરાત માટે આગામી ત્રણ દિ'ભારે?
‘મોન્થા' વાવાઝોડુ તો લેન્ડફોલ થઇ ચુકયુ પણ... : આઇએમડીના મોડેલ મેપ્સ આગામી ત્રણ દિ' ભર ચોમાસા જેવી સ્થિતિ ગુજરાતમાં સર્જાશે તેની પુષ્ટી આપે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૨૯: ‘મોન્થા' વાવાઝોડું લેન્ડ ફોલ થઇ ચુકયું. મોટી ઘાત ટળી એવું જો આપણે માનીએ તો આપણા રાજય માટે એ ક્ષણિક સંતોષ ગણાશે. મોન્થા વાવાઝોડું હવે નબળુ પડતુ જઇ ને ડીપ્રેશન સ્થિતિમાં આંધ અને આસપાસના રાજયો સહિત મધ્યપ્રદેશમાાં પણ હવે વરસાદી કહે વરસાવશે. ઉતર અને પૂર્વોતરના રાજયોમાં પણ વિલય થયેલ આ વાવાઝોડુ ભારે વરસાદ વરસાવશે.
અરબ સાગર સ્થિત ડીપ્રેશન સીસ્ટમ અને વાવાઝોડાની ડીપ્રેશન બની ચુકેલી કેટેગરીની જુગલબંદી કહો કે પછી બંને ડીપ્રેશન સીસ્ટમોનો સંતુલિત કુપ્રભાવ કહો, ગુજરાતમાં આ કારણે હજુ વધુ બે થી ત્રણ દિવસ ભર ચોમાસા જેવા ભારે વરસાદ જોવા મળી શકે છે. આઇએમડીના ટેનડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં ગુજરાતમાં ત્રીજી નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહે તેવું જોવા મળે છે. જેમાં આગામી બે થી ત્રણ દિ' ભારે વરસાદના જોવા મળી રહ્યા છે. આપણે ઇચ્છીએ કે મોડેલ મેપ્સમાં પરીવર્તન કે બદલાવ જોવા મળે. પરંતુ મોન્થાના લેન્ડ ફોલ બાદ તેનો ડીપ્રેશન સ્થિતિનું મધ્યપ્રદેશ સુધી પ્રવેશવું અને અરબસાગરમાં બહુ લાંબા સમયથી ટકી રહેલ ડીપ્રેસન સીસ્ટમ થી આ બંને ડીપ્રેશન સીસ્ટમોના તાલમેલમાં
ગુજરાત માટે આવી સ્થિતિ ચોમાસાની વિદાય બાદ, શિયાળાના સમયે સીઝન વગર નો આવો માવઠારૂપી ભારે વરસાદી માહોલ ભલે આપણ ને ભૂતકાળમાં જોવા મણ્યો ન હોય પણ હાલ જોવા મળી શકે છે. જો અરબસાગરમાં ડીપ્રેશન સીસ્ટમ ન હોય તો મોન્થા વાવાઝોડાના વિલય બાદ ગુજરાતમાં તેની કોઇ અસર જોવા મળત નહી.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
