<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

બોટાદના આંગણે શતામૃત મહોત્‍સવ

રાજકોટ પાસેના સરધારધામના નિત્‍યસ્‍વરૂપદાસજી સ્‍વામી પ્રેરક : તા. રપ થી ૩૧ ડીસેમ્‍બર સ્‍વામિનારાયણ મંદિર દ્વારા વિવિધ કાર્યક્રમો

બોટાદ તા. ર૯: શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર, નાગલપર દરવાજા, બોટાદ દ્વારા તા. રપ થી ૩૧ ડીસેમ્‍બર સુધી શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલની બાજુમાં, ગઢડા રોડ, બોટાદ ખાતે ભવ્‍ય શતામૃત મહોત્‍સવ યોજાનાર છે. મહોત્‍સવ નિમિતે યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમો થશે. સંતોના માર્ગદર્શન હેઠળ હરિભકતો દ્વારા મહોત્‍સવની તડામાર તૈયારી ચાલી રહી છે.

બોટાદ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરના મહંત શ્રી રંગદાસજી સ્‍વામી તથા કોઠારી શ્રી ગુણનિધાનદાસજી સ્‍વામીના જણાવ્‍યા મુજબ ઇષ્‍ટદેવ ભગવાન શ્રી સ્‍વામિનારાયણ તથા પાંચસો પરમહંસોના ચરણરજથી પાવન તીર્થભૂમિ બોટાદ ધામને આંગણે શ્રી ગોપાળાનંદ સ્‍વામી દ્વારા સ્‍થાપિત ભગવાન શ્રી સ્‍વામિનારાયણના સંકલ્‍પસિદ્ધ મહાપ્રતાપી ચરણારવિંદનો ‘‘શતામૃત મહોત્‍સવ'' આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી તથા ગુરુવર્ય સ્‍વામી શ્રી નિત્‍યસ્‍વરૂપદાસજીની પ્રેરણાથી તા. રપ-૧ર-ર૦રપ થી પોષ સુદ-૧ર, તા. ૩૧-૧ર-ર૦રપ સુધી સંતો-હરિભકતોની ઉપસ્‍થિતિમાં ભવ્‍યતાથી ધામધૂમપૂર્વક ઉજવાશે. આ દિવ્‍ય અવસરનો લાભ લઇ જીવનને ભાગ્‍યવંતુ બનાવવા સહૃદયી ભકતજનોને ભાવભર્યું આમંત્રણ છે.

સમગ્ર મહોત્‍સવનું આસ્‍થા ભજન, લક્ષ્ય, કલ્‍યાણ, આસ્‍થા ગુજરાતી ચેનલ, સરધાર યુ ટયુબ ચેનલ વગેરે પર જીવંત પ્રસારણ થશે. વધુ માહિતી માટે મો. ૯૮૭૯૪ પ૮પ૦૩ ઉપર સંપર્ક સાધી શકાય છે. 

 

(12:01 PM IST)