<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

ગાંધીનગરમાં સચિવાલયના કર્મચારીઓ માટે નવા તાલીમ કેન્‍દ્રનો શુભારંભ

ઉદ્‌ઘાટન પ્રસંગનું પ્રથમ વ્‍યાખ્‍યાન જયદીપ દ્વિવેદીએ આપ્‍યુ

રાજકોટ, તા.૨૯: સચિવાલયના કર્મચારીઓ માટેના ગાંધીનગર ખાતેના સ્‍પીપાના પ્રાદેશિક તાલીમ કેન્‍દ્ર માટે, નવા બનાવાયેલા કર્મયોગી ભવન ના બ્‍લોક - ૩ ખાતે જગ્‍યા ફાળવવામાં આવી છે. આ તાલીમ કેન્‍દ્ર ખાતે સચિવાલયમાં/વિધાનસભામાં અને GPSCની કચેરી ઓમાં, GPSC  દ્વારા કરવામાં આવેલ સીધી ભરતીની સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ નાયબ સેક્‍શન અધિકારીની બેચના તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. સ્‍પીપાના સંયુક્‍ત નિયામક મનીષાબેન પટેલ, GAD ના ઉપસચિવ (મહેકમ) શ્રી આદિત્‍ય દેસાઈ અને સ્‍પીપાના હિસાબી અધિકારી શ્રી ભટ્ટ ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રથમ ઉદઘાટન લેક્‍ચર શ્રી જયદીપ દ્વિવેદી (સચિવ, ગુજરાત માહિતી આયોગ) દ્વારા આપવામાં આવ્‍યું હતું.

તાલીમ કાર્યક્રમમાં ૯૦ જેટલા તાલીમાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા, જેઓને દોઢ મહિના ની પૂર્વ સેવા તાલીમ આપવામાં આવશે. 

(3:39 PM IST)