તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 29th October 2025
નવસારીના હાઇવે પાસે અવાવરૂ જગ્યામાંથી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
મહિલા હાઇવે આસપાસ રહી કચરો વીણનારી હોવાની આશંકા : પોલીસે પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી

નવસારીના હાઇવેને અડીને આવેલ અવાવરૂ જગ્યામાંથી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. બંધ પડેલી મહા આશા રાઈસ મિલમાંથી મહિલાનો શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળ્યો છે. લઘુ શંકા કરવા આવેલા એક વ્યક્તિને લોહી લુહાણ હાલતમાં મહિલાનો મૃતદેહ જણાતા પોલીસને જાણ કરી હતી
ઘટનાની જાણ થતા ગ્રામ્ય પોલીસ સહિત એલસીબી તેમજ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યાં હતા. પોલીસ અધિક્ષક રાહુલ પટેલ પણ ઘટના સ્થળે પહોંચી માહિતી મેળવી હતી. મહિલા હાઇવે આસપાસ રહી કચરો વીણનારી હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસને વેગ આપ્યો છે. ઘટનાને જોતા મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો, જ્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કલમ હેઠળ કાર્યવાહી થશે
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
