તા. ૪ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૭ શુક્રવાર
News of Thursday, 30th October 2025
રાજયમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં વરસાદ : સૌથી વધુ મહુવામાં સવા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
હાંસોટમાં પોણા ત્રણ ઈંચ, તળાજામાં અઢી ઈંચ વરસાદ: અન્ય 22 તાલુકામાં એક ઈંચથી વધુનો વરસાદ નોંધાયો

ગુજરાતના મોટા ભાગોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. હાલમાં સક્રિય થયેલી ત્રણ સિસ્ટમ્સને કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના વરસાદની આંકડા મુજબ, રાજ્યમાં 30 ઓક્ટબરના રોજ 186 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં સવા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. હાંસોટમાં પોણા ત્રણ ઈંચ, તળાજામાં અઢી ઈંચ વરસાદ, જ્યારે અન્ય 22 તાલુકામાં એક ઈંચથી વધુનો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ છે. પાકને નુકસાન થતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. કમોસમી વરસાદને કારણે વિવિધ જિલ્લાઓમાં પાક નુકસાનીનો સરવે હાથ ધરવામાં આવી રહ્યો છે.
30 ઓકટોબરના રોજ સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે ભાવનગરના મહુવામાં સવા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. હાંસોટ અને તળાજામાં સવા બે- સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય 12 તાલુકામાં એક ઈંચથી વધુનો વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને પૂષ્કળ પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ખેતીના પાકમાં ભારે નુકસાનીને લઇ ખેડૂતો સરકાર પાસે સહાયની માગણી કરી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના નીચેના જિલ્લાઓમાં ખાસ તકેદારી રાખવાની જરૂર છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, અને દાદર નગર હવેલી. તેવી રીતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ. જ્યારે અન્ય જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં હળવા વરસાદની શક્યતા રહેશે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
