<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

સાબરકાંઠાના વડાલીમાં ધોધમાર વરસાદ : કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજીના પાકોમાં નુકસાન થવાની શક્યતા

ગ્રામ્ય પથંકથી લઈ શહેરી વિસ્તાર સુધી વરસાદી માહોલ: પાક તૈયાર થવાના ટાણે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત

ઉત્તર ગુજરાતના વડાલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પથંકથી લઈ શહેરી વિસ્તાર સુધી વરસાદી માહોલ છવાઈ ગયો હતો. પાક તૈયાર થવાના ટાણે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજીના પાકોમાં નુકસાન થવાની શક્યતા છે.

ઠંડીની ઋતુની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસતા જનજીવન પર પણ અસર પડી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના દક્ષિણ અને ઉત્તર ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

 


 

(12:30 AM IST)