<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ઓક્‍ટોબરમાં જ ૩.૩૦ ઈંચ વરસાદઃ છેલ્‍લા ૧૦ વર્ષમાં સૌથી વધુ

કમોસમી વરસાદ નહીં અટકતાં ખેડૂતો બેહાલ :ગુજરાતના ૧૮૮ તાલુકામાં માવઠું, ભાવનગરના મહુવામાં સૌથી વધુ ૩ ઈંચઃ હજુ ૩ દિવસ વરસાદ માટે એલર્ટ

અમદાવાદ,તા.૩૧: અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી ગુજરાતમાં માવઠાનો દોર જારી રહ્યો છે અને તેનાથી ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્‍થિતિ સર્જાઈ છે. આજે ગુજરાતના ૧૮૮ તાલુકામાં માવઠું પડયું હતું, જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ ૩.૨૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ૩ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ૩૫ તાલુકામાં ૧ ઈંચથી વધુટ્ટ વરસાદ નોંધાયો હતો. જેમાં ભરૂચના હાંસોટમાં ૨.૭૫, ભાવનગરના તળાજામાં ૨.૬૦, ડાંગના સુબિરમાં ૨.૫૦, સુરતના મહુવામાં ૨.૩૫ ગાંધીનગરમાં ૨.૧૦ ઈંચ સાથે સૌથી વધુ ટ્ટ વરસાદનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ૩ દિવસ ગુજરાતમાં વરસાદી રહી શકે છે

જેમાં આવતીકાલે વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ભરૂચ-સુરત-ડાંગ-નગર નવસારી-વલસાડ-તાપી-દમણ-દાદરા હવેલી-જુનાગઢ-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથમાં જ્‍યારે શનિવારે ભરૂચ-સુરત-અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્‍યું છે. આ સિવાય અન્‍યત્ર હળવોથી મધ્‍યમ વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતમાં આ વર્ષે ઓક્‍ટોબરમાં જ સરેરાશ ૩.૩૦ ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્‍યો છે. છેલ્‍લા ૧૦ વર્ષમાં ઓક્‍ટોબરમાં નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. અગાઉ છેલ્‍લા ૧૦ વર્ષમાં ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવું ૨૦૧૬. ૨૦૨૨ અને ૨૦૨૪ના વર્ષમાં બન્‍યું હતું. ગયા વર્ષે ઓક્‍ટોબર માસમાં સરેરાશ ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં હજુ સુધી સિઝનનો ૧૨૫ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્‍છમાં સૌથી વધુ ૧૫૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૩૧ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્‍યો છે.(૪૦.૨૪)

ગુજરાતમાં ઓક્‍ટોબરમાં નોંધાયેલો વરસાદ

વર્ષ                 ઈંચમાં

૨૦૨૫      ૩.૩૦

૨૦૨૪      ૨.૦૦

૨૦૨૩      ૦.૦૭

૨૦૨૨      ૧.૧૧

૨૦૨૧      ૦.૯૩

૨૦૨૦      ૦.૭૨

૨૦૧૯      ૨.૩૮

૨૦૧૮      ૦.૦૩

૨૦૧૭      ૦.૪૭

૨૦૧૬ ૨.૯૧

(10:30 AM IST)