News of Friday, 31st October 2025
સાંજના 6 સુધીમાં રાજયના 67 તાલુકામાં વરસાદ: રાજૂલામાં લગભગ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
જાફરાબાદમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો: તળાજામાં એક ઈંચથી વધુ વરસાદ

ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના 12 કલાકમાં, 67 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વઘુ વરસાદ અમરેલીની રાજૂલામાં લગભગ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે જાફરાબાદમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાવનગરના તળાજામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સવારે છ વાગ્યે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 3.19 ઈંચ વરસાદ ખાબક્યો. તળાજામાં 3.03 ઈંચ તો હાંસોટમાં 2.83 ઈંચ વરસાદ, સુબિરમાં 2.32 ઈંચ તો મહુવામાં 2 ઈંચ વરસાદ, ગાંધીનગરમાં 2.17 અને ક્વાંટમાં 2.13 ઈંચ વરસાદ, 36 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
