News of Saturday, 1st November 2025
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ગેરરીતિ રોકવાની જગ્યાએ દંડ હવે આવકનો સ્ત્રોત બન્યો !!
પરીક્ષામાં નકલના કેસમાં ચિંતાજનક વધારો; છેલ્લા 6 વર્ષમાં નકલખોરો પાસેથી વસૂલાતા દંડમાં સતત ઉછાળો

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં પરીક્ષામાં નકલના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. પરીક્ષામાં કડક નિયમો છતાં નકલના કેસો વધ્યાં છે. 5 વર્ષમાં 70 લાખથી વધુનો દંડ વસૂલાયો છે. છેલ્લાં છ વર્ષમાં દંડમાં આંકડામાં સતત ઉછાળો આવ્યો છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધી 5 મહિનામાં 22 લાખનો દંડ વસુલાયો છે.
મહત્વનું છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ગેરરીતિ રોકવાની જગ્યાએ દંડ હવે આવકનો સ્ત્રોત બન્યો હોય તેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે. જેનું પ્રમાણ છે છેલ્લાં છ વર્ષના આંકડા. છેલ્લા 6 વર્ષમાં નકલખોરો પાસેથી વસૂલાતા દંડમાં સતત ઉછાળો થયો છે. દંડનો ડર વિદ્યાર્થીઓમાં શિસ્ત લાવશે, પરંતુ આંકડાએ માન્યતાને ખોટી સાબિત કરી રહ્યા છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
