News of Sunday, 2nd November 2025
નવેમ્બરની શરુઆતમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત: આ ત્રણેય પ્રદેશોમાં ઘણા સ્થળોએ વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ: અહીં પણ અમુક છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટાં પડવાની સંભાવના

સુરત/અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું પૂરું થયા બાદ હવે શિયાળાની શરૂઆત થઈ રહી છે, પરંતુ હવામાન વિભાગ (IMD)ની આગાહીએ ફરી એકવાર ખેડૂતો અને નાગરિકોનું ધ્યાન ખેંચ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ૦૫ નવેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદનો માહોલ યથાવત રહેવાની સંભાવના છે!
હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, આગામી દિવસોમાં ગુજરાત પર જાણે વાદળોની ડેરી છવાયેલી રહેશે.
આજની સ્થિતિ (૦૨ નવેમ્બર): સમગ્ર રાજ્યમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. પવનની ગતિ પણ ૩૦-૪૦ કિ.મી./કલાક સુધી પહોંચી શકે છે, જે હળવા વાવાઝોડા જેવો અનુભવ કરાવશે.
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત: આ ત્રણેય પ્રદેશોમાં ઘણા સ્થળોએ વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ: અહીં પણ અમુક છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટાં પડવાની સંભાવના છે.
સૌરાષ્ટ્ર: રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે.
ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડી શકે છે.
આ કમોસમી વરસાદ રાજ્યના વાતાવરણને ઠંડુગાર રાખશે, પરંતુ ખેડૂતોએ તૈયાર પાકને લઈ થોડી કાળજી રાખવી પડશે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
