તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Sunday, 2nd November 2025
ગાંધીનગર તાલુકાના ખેડૂતોની તાત્કાલીક સહાય ચૂકવવાની માંગ: કલેક્ટરને આવેદન પાઠવ્યું
જિલ્લા કચેરીએ પહોંચેલા ખેડૂતોએ આ સાથે સરકારની ઊંઘ ઉડાડવા ઢોલ નગારા વગાડયા

ગાંધીનગર જિલ્લામાં પણ માવઠાના વરસાદથી ખરીફ પાકને વ્યાપક નુકશાન થયું છે. તારીખ 30 ઓક્ટોબરથી નુકશાની સર્વે કરવા આદેશ પણ અપાયા છે. ત્યારે ગાંધીનગર તાલુકાના ખેડૂતોએ તાત્કાલીક સહાય ચૂકવવાની માંગણી સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. જિલ્લા કચેરીએ પહોંચેલા ખેડૂતોએ આ સાથે સરકારની ઊંઘ ઉડાડવા ઢોલ નગારા વગાડયા હતાં અને પશુઓ માટેના ઘાસચારાની ચીંતા પણ જતાવી હતી.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
