<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

સિઝનનો સરેરાશ ૧૨૮ ટકા વરસાદ, સૌથી વધુ કચ્‍છમાં ૧૫૦ ટકા!

દક્ષિણ ગુજરાતમાં ૧૩૩ ટકા જેટલા વરસાદ વરસી ચૂક્‍યો

 

અમદાવાદ તા.૩: ગુજરાતમાં કમોસમી વરસાદે કેર વર્તાવતા ખેડૂતોને માથે આભ તૂટી પડ્‍યું છે. છેલ્‍લા એક મહિનામાં જ ગુજરાતમાં સરેરાશ ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્‍યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ ૬ ઈંચ જેટલા વરસાદનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં રવિવારે ૩૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં સૌથી વધુ ૧.૫૦ ઈંચ, જ્‍યારે ભાવનગરમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. રાહતની વાત એ છે કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હવે વરસાદની કોઈ સંભાવના નથી. છેલ્‍લા એક મહિનામાં સૌરાષ્ટ્રમાં ૫.૫૦ ઈંચ જ્‍યારે પૂર્વ મધ્‍ય ગુજરાતમાં ૩.૨૫ ઈંચ જેટલો વરસાદ વરસ્‍યો છે.

ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાં સરેરાશ ૧૨૮ ટકા વરસાદ નોંધાઈ ચૂક્‍યો છે. જેમાં કચ્‍છમાં સૌથી વધુ ૧૫૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૩૩ ટકા જેટલા વરસાદ વરસી ચૂક્‍યો છે. આ વખતે જૂનમાં ૧૨, જુલાઈમાં ૧૦, ઓગસ્‍ટમાં૯.૭૦, સપ્‍ટેમ્‍બરમાં ૮.૭૫ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્‍યો હતો.(૩૮.૧૨)

છેલ્‍લા એક મહિનામાં રીજિયન પ્રમાણે ઈચમાં વરસાદ

 

રીજિયન  એક મહિનામા સિઝનનો વરસાદ        સરેરાશ

કચ્‍છ      ૧.૧૦         ૨૮.૫૪         ૧૪૦.૦૦%

ઉત્તર     ૧.૭૫         ૩૬.૦૦         ૧૨૭.૦૦%

પૂર્વ મધ્‍ય ૩.૨૫         ૪૦.૦૦         ૧૨૬.૦૦%

સૌરાષ્ટ   ૫.૫૦         ૩૬.૦૦         ૧૨૩.૦૦%

દક્ષિણ    ૬.૦૦         ૭૮.૦૦         ૧૩૩.૦૦%

સરેરાશ ૪.૦૫   ૪૪.૨૫ ૧૨૮.૦૦%

(1:32 PM IST)