News of Monday, 3rd November 2025
ગુજરાત સરકારમાં નવા વરાયેલા મંત્રીઓને બંગલાની ફાળવણી
13 નંબરનો આંકડો અમુક લોકો અપ શુકનિયાળ ગણતા હોય 13 ને બદલે એ બંગલા નો નંબર 12/A રાખવામાં આવ્યો : 26 નંબરના બંગલાને શુકનિયાળ ગણવામાં આવે છે જેમાં નરેન્દ્રભાઈ પણ રહેતા હતા જો કે 26 નંબરનો બંગલો હજુ સુધી કોઈને ફાળવવામાં આવ્યો નથી

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.3 : તાજેતરમાં રાજ્યમાં નવા મંત્રી મંડળની રચના બાદ મંત્રીઓને ઓફિસ અને બંગલાની ફાળવણી કરી દેવામાં આવી છે.
આ ફાળવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બંગલા નં.43 કનુભાઈ દેસાઈ 22,ઋષિકેશભાઇ પટેલ 21, કુંવરજીભાઈ બાવળીયા 18, જીતુભાઈ વાઘાણી 5 નંબર, નરેશભાઈ પટેલ 20 નંબર,અર્જુન મોઢવાડિયા 12 નંબર,ડો.પ્રદ્યુમન વાજા 3 નંબર,રમણભાઈ સોલંકી 36,ઈશ્વરસિંહ પટેલ 6 ,પ્રફુલ પાનસેરીયા 31,ડો.મનીષા વકીલ 7,પરસોત્તમ સોલંકી 14,કાંતિલાલ અમૃતિયા 33,રમેશ કટારા 10, દર્શનાબેન વાઘેલા 35,કૌશિકભાઇ વેકરીયા 42,પ્રવીણભાઈ માળી 23, ડો.જયરામ ગામીત 15,ત્રિકમ છાંગા 16,કમલેશ પટેલ 30 ,સંજયસિંહ મહિડા ,પી.સી.બરંડા 32,સ્વરૂપજી ઠાકોર 38 અને રિવાબા જાડેજા ને 12/A નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે.
ઉલ્લેખની છે કે નવા મંત્રીમંડળમાં અગાઉના જે મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં એક માત્ર કુવરજીભાઈ બાવળિયાએ માંગણી કરી હોય તેમને બીજો બંગલો ફાળવવામાં આવ્યો છે જ્યારે બાકીના રીપીટ થયેલા મંત્રીઓના બંગલા યથાવત રાખવામાં આવ્યા છે.
13 નંબરનો આંકડો અમુક લોકો અપ શુકનિયાળ ગણતા હોય 13 ને બદલે એ બંગલા નો નંબર 12/A રાખવામાં આવ્યો છે જે રિવાબાને આપવામા આવ્યો છે આ ઉપરાંત મનરેગા કોમ્ભાંડમાં પોતાના પુત્ર અને ભાણેજની સંડોવણી બહાર આવતા ઘણા વખતથી મંત્રી હોવા છતાં ગાંધીનગરમાં બંગલે કે ઓફિસે ન દેખાયેલા બચુભાઈ ખાવડનો બંગલો કાંતિભાઈ અમૃતિયાને ફાળવવામાં આવ્યો છે.
એવી પણ માન્યતાઓ છે કે એક નંબરના બંગલામાં રહેતા મંત્રી કે મુખ્યમંત્રી પાંચ વર્ષ પુરા નથી કરતા તેમજ 26 નંબરના બંગલાને શુકનિયાળ ગણવામાં આવે છે જેમાં રહેતા મંત્રી ભવિષ્યમાં મુખ્ય મંત્રી બને નરેન્દ્રભાઈ પણ 26 નંબરના બંગલામાં જ રહેતા હતા જો કે 26 નંબરનો બંઞલો હજુ સુધી કોઈને ફાળવવામાં આવ્યો નથી.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
