News of Monday, 3rd November 2025
વડાપ્રધાન ફરી ગુજરાતના મહેમાન બનશે : 15 દિવસમાં ફરી બીજી વખત લેશે મુલાકાત
15મીએ ડેડિયાપાડા ખાતે આદિવાસી નેતા બિરસા મુંડાની 150 મી જન્મ જયંતીની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે

અમદાવાદ :વડાપ્રધાન ફરી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તા.15 નવેમ્બરે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસી નેતા બિરસા મુંડાની 150 મી જન્મ જયંતીની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વિશાળ કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રસંગે તેઓ આદિવાસી નેતા બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરશે.
વડાપ્રધાન મોદીની આ ગુજરાત મુલાકાત માત્ર 15 દિવસમાં તેમની બીજી મુલાકાત છે. ગુજરાત સરકારે અંગ્રેજો સામે લડત આપનારા આદિવાસી નેતા બિરસા મુંડાના માનાર્થે ડેડિયાપાડા ખાતે પ્રતિમા સ્થાપીત કરી છે. જ્યાંથી બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીની શરૂઆત થનારી છે. જે સમગ્ર દેશમાં 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે ઉજવાશે.
વડાપ્રધાન સવારે સુરત આવશે
બિરસા મુંડાની જન્મજયંતિના દિવસે વડાપ્રધાન સવારે સુરત આવશે. જ્યાંથી હેલિકોપ્ટર મારફતે તેઓ ડેડિયાપાડા જશે. જ્યાં વડાપ્રધાન આદિવાસી નેતાના બલિદાન અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનને દેશ સમક્ષ પુનઃ રજૂ કરશે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
