તા. ૧૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૩ રવિવાર
News of Monday, 3rd November 2025
સાંજે અમદાવાદમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
બોપલ, વસ્ત્રાપુર, બોડકદેવ.ચાંદખેડા, નારણપુરા, જશોદાનગર,ઇસ્કોન, પ્રહલાદનગર, ઘુમા વિસ્તાર,મણિનગર, નારોલ, નરોડા, નિકોલમાં વરસાદ

અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં આજે સાંજે કમોસમી વરસાદ શરૂ થયો છે. શહેરના એસજી હાઈવે પર ધોધમાર વરસાદના કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે ત્યાં જ શહેરના વિવાધ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
આજે સાંજે 6 વાગ્યા બાદ અમદાવાદ શહેરના માથે કાળાડિબાંગ વાદળો આવ્યા બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. હાલમાં શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં બોપલ, વસ્ત્રાપુર, બોડકદેવ, ચાંદખેડા, નારણપુરા, જશોદાનગર, ઇસ્કોન, પ્રહલાદનગર, ઘુમા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ત્યાં જ મણિનગર, નારોલ, નરોડા, નિકોલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
