<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આસ્થાના મહાન તહેવાર મહા કુંભનો આજથી એટલે કે સોમવાર, 13 જાન્યુઆરી 2025થી પ્રારંભ થયો છે. આજે પ્રથમ શાહી સ્નાન થઈ રહ્યું છે. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા છે. આજે સવારના 5 વાગ્યાથી જ ભક્તો સંગમમાં ન્હાવા લાગ્યા છે. મહાકુંભમાં લોકોની ભીડને જોતા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તીર્થરાજ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના કિનારે સનાતન આસ્થાના મહાન તહેવાર મહાકુંભ 2025નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એવો અંદાજ છે કે 40 થી 45 કરોડ ભક્તો મહા કુંભ માટે પ્રયાગરાજ આવશે, જેઓ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમમાં અમૃત સ્નાન કરશે. આ સાથે સંગમના કિનારે લાખો ભક્તો મહાકુંભની પ્રાચીન પરંપરા કલ્પવાસ કરશે.7:44 AM IST

રશ્મિકા મંદાના એ જીમ દરમિયાન ઈજા થતાં સોશિયલ મીડીયા ઉપર તસવીર શેર કરી:જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ સોશિયલ મીડિયા ઉપર કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં તે ઈજા પામેલ હાલતમાં નજરે પડે છે. વાસ્તવમાં જીમમાં વર્કઆઉટ કરતી વેળાએ તેના પગમાં ચોટ આવી હતી. :આ ફોટો સાથે રશ્મિકા એ કેપ્શનમાં લખ્યું છે કે, ખેર મને લાગે છે કે મને નવું વર્ષ મુબારક હો.. પવિત્ર જીમ મંદિરમાં મેં મારી જાતને ઘાયલ કરી દીધી છે, હવે હું થોડા અઠવાડિયા અથવા થોડા મહિના માટે હોપ મોડ માં છું કે કેમ તે ભગવાન જ જાણે છે. એટલા માટે લાગે છે કે હું ધામા, સિકંદર અને કુબેરના સેટ ઉપર પરત જવા માટે ઉછળકૂદ કરી રહી છું.:રશ્મિકા મંદાનાની ફિલ્મ સિકંદર આ વર્ષે ઈદ ઉપર રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં તે સલમાનખાન સાથે લીડ રોલમાં છે. ફિલ્મનું નિર્દેશન એ.આર મૂરુગદાસ કરી રહ્યા છે.12:50 PM IST

બાંગ્લાદેશ સરકારે આંતરરાષ્ટ્રીય સમુદાયને આંખે પાટા બાંધવા ફરી એકવાર જુઠાણું ચલાવ્યું: હિન્દુઓ પરના હુમલાઓને આડે પાટે ચડાવવા પ્રયાસ:બાંગ્લાદેશ સરકારે આંતરરાષ્ટ્રીય સમુદાયને આંખે પાટા બાંધવા ફરી એકવાર જુઠાણું ચલાવ્યું: હિન્દુઓ પરના હુમલાઓને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે. બાંગ્લાદેશની સરકારે હિન્દુ લઘુમતીઓ પરના હુમલાઓને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. પોલીસ રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે હુમલાઓ સાંપ્રદાયિક નહોતા. એવો દાવો કરાયો છે કે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ૧૨૩૪ ઘટનાઓ રાજકીય હતી. જ્યારે ૨૦ ઘટનાઓ સાંપ્રદાયિક હતી અને ઓછામાં ઓછા ૧૬૧ દાવા ખોટા કે બનાવટી હતા. બાંગ્લાદેશ પોલીસે હિન્દુ લઘુમતી સમુદાયના લોકોને સંપર્કમાં રહેવા અને સાંપ્રદાયિક હિંસાની સીધી ફરિયાદો મોકલવા માટે એક વોટ્સએપ નંબર બહાર પાડ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની પ્રેસ શાખાએ એક નિવેદન બહાર પાડીને આ વિગતો જાહેર કરી છે.10:34 AM IST

ભારતની નારાજગી ધ્યાને લઈ, ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ ભારતની મુલાકાત પછી હવે પાકિસ્તાન નહીં જાય:ભારતમાં આ મહિને ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ પ્રભોવો સુબીયાન્ટો ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપવાના છે. :મૂળ કાર્યક્રમ મુજબ તેઓ પાકિસ્તાન જવાના હતા પરંતુ ભારતે આ બાબતે નારાજગી દર્શાવતા હવે ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ પાકિસ્તાન જવાના નથી. ભારતની માગણી સામે તેમણે નમતું જોખ્યું છે.:તેઓ નરેન્દ્ર ભાઈ સાથે વ્યાપક મંત્રણાઓ કરશે. :દર વર્ષે ભારત વિશ્વના પ્રમુખ નેતાઓને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહેમાન તરીકે આમંત્રિત કરે છે. ૨૦૨૩ માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ ભારત આવ્યા હતા. ૨૦૨૦માં બ્રાઝિલના પ્રેસિડેન્ટ આવ્યા હતા.૨૦૨૧-૨૨માં કોવિડને લીધે કોઈને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.12:49 PM IST