<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

SGVP SURYA NATIONAL SPORTS SCHOOL, રીબડા આયોજિત ઘર્મજીવન ટ્રોફી 1

તારીખ 3/11/2025 ના ટુર્નામેન્ટની આજની પહેલી મેચમાં રીયલ ક્રિકેટ એકેડેમી - મોરબી અને રુદ્રાક્ષ ક્રિકેટ એકેડેમી - રાજકોટ વચ્ચે મુકાબલો યોજાયો હતો. ટૉસ રુદ્રાક્ષ ક્રિકેટ એકેડેમી ટીમે જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

રીયલ ક્રિકેટ એકેડેમી - મોરબીએ 25 ઓવર માં 239/4 રન બનાવ્યા હતા જેમાં આદિત્ય પટેલએ 83 રન 61 બોલ માં 9 સિક્સ અને 3 ચોગ્ગા સાથે અને વિરલ રંગપરીયાએ 79* રન 41 બોલમાં 9 સિક્સ અને 3 ચોગ્ગા સાથે બનાવ્યા હતા સામે  રુદ્રાક્ષ ક્રિકેટ એકેડેમી - રાજકોટ માંથી  પટેલએ  5-0-33-2 વિકેટ અને માહિન ભંડેરી એ 5-0-39-1 વિકેટ લીધી હતી. રુદ્રાક્ષ ક્રિકેટ એકેડેમી ટીમે બેટિંગ કરતા 25 ઓવરમાં 74/10 રનમાં ઓલઆઉટ થઇ ગયી હતી અભયરાજસિંહ સોલંકી 11 રન અને જાવેદ 10* રણ સામે બોલિંગમાં રીયલ ક્રિકેટ એકેડેમી - મોરબી માં જ્યો મેરજા  3.2-1-15-4 વિકેટ અને ધ્રુવ રબારી  4-0-9-3 વિકેટ લીધી હતી. જેમાં રીયલ ક્રિકેટ એકેડેમી - મોરબીએ 165 રને મેચ જીતી લીધી હતી. મેન ઓફ ઘી મેચ જ્યોત મેરજા  3.2-1-15-4 વિકેટ લઇ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. 

 

આજની બીજી મેચમાં 22 યાર્ડસ ક્રિકેટ એકેડેમી રાજકોટ અને રોયલ ચેલેન્જર્સ અમરેલી વચ્ચે મુકાબલો યોજાયો હતો. ટૉસ રોયલ ચેલેન્જર્સ અમરેલી ટીમે જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

 

રોયલ ચેલેન્જર્સ અમરેલીએ 197/10 (23.5) ઓવરમાં રન બનાવ્યા હતા જેમાં વ્રજ ત્રિવેદી 77 રન 38 બોલ માં અને ફરીદ ચેસ્ટીએ 28 રન 16 બોલમાં બનાવ્યા હતા સામે 22 યાર્ડસ ક્રિકેટ એકેડેમી માંથી  હર્ષિલ દેસાઈએ 4.5-0-32-5 વિકેટ અને માનવ દુધરેજીયાએ 5-0-49-4 વિકેટ લીધી હતી. 22 યાર્ડસ ક્રિકેટ એકેડેમી ટીમે બેટિંગ કરતા 19 ઓવરમાં 111/7 રન કર્યા હતા પછી DLS મેથડ પ્રમાણે રોયલ ચેલેન્જર્સ જીતી ગઈ હતી. જેમાં વેદાંત જાદવ 37 રન 18 બોલમાં અને ઓમ ચંદારાણાએ 26 રન 35 બોલમાં બનાવ્યા હતા સામે બોલિંગમાં રોયલ ચેલેન્જર્સમાંથી રુદ્ર બારૈયા 5-1-25-4 વિકેટ અને વેદાંત સોલંકી 4-0-20-1 વિકેટ લીધી હતી. જેમાં  રોયલ ચેલેન્જર્સ અમરેલી 86 રનથી મેચ જીતી લીધી હતી. મેન ઓફ ઘી મેચ રુદ્ર બારૈયા 5-1-25-4 વિકેટ લઇ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.

 

(12:04 PM IST)