<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

પૂર્વ મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની મુશ્કેલીવધી : પુત્રની જમીન પર વડોદરા GST વિભાગે દાખલ કર્યો બોજો

ગોધરાના વાવડી બુઝર્ગમાં આવેલ બળવંત ખાબડ ની માલિકીના ખુલ્લા ખાનગી પ્લોટ પર GST વિભાગ વડોદરા દ્વારા બોજો દાખલ કરાયો

ગાંધીનગર : પૂર્વ મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની મુશ્કેલીમાં વધારો થયો છે. દેવગઢ બારીયાના કરોડોના મનરેગા કૌભાંડમાં, ગુજરાતના પૂર્વ પ્રધાનના પુત્ર સામે કાર્યવાહીમાં વધારો થયો છે. વડોદરા GST વિભાગ દ્વારા ગોધરા ખાતે આવેલ બળવંત ખાબડની મિલકત પર બોજો દાખલ કરવામાં આવ્યો છે. બળવંત ખાબડની માલિકીના સર્વે નંબર 40+41+42+39પૈકી9 ના 140 ચોરસ મીટર જગ્યાના ખાનગી પ્લોટ નંબર 191 પર બોજો દાખલ કરાયો છે.

ગોધરાના વાવડી બુઝર્ગમાં આવેલ બળવંત ખાબડ ની માલિકીના ખુલ્લા ખાનગી પ્લોટ પર GST વિભાગ વડોદરા દ્વારા બોજો દાખલ કરાયો બળવંત ખાબડ સંચાલિત શ્રી રાજ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરચોરી અને નાણાકીય અનિયમિતતાના તપાસ દરમિયાન સંકેતો મળતા GST વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે.

(6:08 PM IST)