<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

રાજયના પૂર્વ મંત્રીએ જીરુ-વરિયાળીમાં થતી ભેળસેળ સામે પગલા ભરવા આરોગ્ય પ્રધાનને કરી રજૂઆત

આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાને, ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલ દ્વારા રજૂઆત કરાઈ છે

મહેસાણામાં જીરામાં મિલાવટ ના મુદ્દે આરોગ્ય મંત્રી  પ્રફુલ્લ પાનશેરિયાને, ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલ દ્વારા રજૂઆત કરાઈ છે. જીરામાં અને વરિયાળીમાં થતી મિલાવટ મુદ્દે રજૂઆત કરતા કહ્યું કે, મિલાવટવાળી નકલી વસ્તુ મળે તો તેનો નાશ કરવામાં આવતો નથી. ઊંઝામાં કોઈ વેપારી દ્વારા વરિયાળીમાં ક્લર કરતાં અથવા વરિયાળીમાંથી કેમિકલ નાખી જીરૂ બનાવાતા પકડાય તો તેનો નાશ કરવામાં આવતો નથી. આવી વ્યક્તિઓના નામ બજાર સમિતિના માઈકમાં બોલાવવા જોઈએ જે થતા નથી. મિલાવટમાં જે કેમિકલ વપરાય છે તે આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

(11:26 PM IST)