News of Wednesday, 5th November 2025
મહીસાગરમાં PI અને મહિલા કોન્સ્ટેબલનું કથિત પ્રેમ પ્રકરણ મામલે એસપી સફીન હસનની મોટી કાર્યવાહી
ફરજ પર ચાલુ રાખવાથી સત્તાનો દુરઉપયોગ કરી સાક્ષી પુરાવાનો નાશ થઈ શકે તેમ હોવાથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો

મહીસાગર જિલ્લા પોલીસના એક PI અને કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા કોન્સ્ટેબલ વચ્ચેના કથિત લગ્નેત્તર સંબંધોની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલો જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સુધી પહોંચતા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી છે.
મહીસાગર SP સફીન હસન દ્વારા મુંબઈ પોલીસ (શિક્ષા અને અપીલ) નિયમો 1956ના નિયમ-3(1-અ)(1) આધારે તાત્કાલિક અસરથી મહિલા કોન્સ્ટેબલને ફરજ મોકુફ (સસ્પેન્ડ) કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, સાથે પોલીસ ઇન્સ્પેક્ટરને લીવ રિઝર્વ પર મૂકાયા છે. મહીસાગર SP સફીન હસન દ્વારા 29-10-2025 તારીખે જાહેર કરવામાં આવેલા હુકમમાં જણાવવામાં આવ્યું છે કે જો આ ગેરવર્તણૂંક ખાતાકીય તપાસના અંતે પુરવાર થાય તો ફરજિયાત નિવૃત્તિ, રૂખસદ કે બરતરફી જેવી ગંભીર શિક્ષામાં પરિણમી શકે છે.
ફરજ પર ચાલુ રાખવાથી સત્તાનો દુરઉપયોગ કરી સાક્ષી પુરાવાનો નાશ થઈ શકે તેમ હોવાથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ કથિત પ્રેમ પ્રકરણમાં SP સુધી આ મામલો પહોંચવાનું મુખ્ય કારણ મહિલા કોન્સ્ટેબલના પતિ છે. મહિલા કોન્સ્ટેબલના પતિને આ સમગ્ર માહિતી મળતા, તેમના દ્વારા આ બાબતે SP કચેરીમાં જાણ કરવામાં આવતા જિલ્લા પોલીસવડા સફીન હસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કથિત પ્રેમપ્રકરણમાં કાર્યવાહીને પગલે સમગ્ર પોલીસ બેડામાં આ ચર્ચાનો વિષય બન્યો છે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
