<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

માઉન્ટ આબુમાં ધોળા દિવસે લૂંટથી સનસનાટી : પ્રવાસી મહિલાના ગળામાંથી હારની ચીલઝડપ

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ :પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા

અમદાવાદ : ગુજરાતના પ્રવાસીઓના માનીતા સ્થળ માઉન્ટ આબુમાં સુરક્ષા સામે ગંભીર સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. ધોળા દિવસે માઉન્ટ આબુના તિબેટીયન બજારમાં એક મહિલાના ગળામાંથી હારની ચીલઝડપ થઈ હતી. એક બાઇક ચાલક મહિલાના ગળામાંથી હાર છીનવીને તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાએ પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

(11:22 PM IST)