News of Friday, 7th November 2025
બેવડી ઋતુના માર વચ્ચે અમદાવાદમાં રોગચાળો વકર્યો :વાયરલના કેસમાં ધરખમ વધારો થયો
એક જ દિવસમાં UHC અને CHCમાં 1500 જેટલા કેસ નોંધાયા: ઝાડા ઉલ્ટીના – 241 કેસ, કમળાના 199, ટાફોઈડના 227 ડેન્ગ્યુના – 253 કેસ

અમદાવાદ :બેવડી ઋતુના માર વચ્ચે અમદાવાદમાં પણ રોગચાળો વકર્યો છે. શહેરમાં વાયરલના કેસમાં ધરખમ વધારો થયો છે. શહેરની Amc સંચાલિત, પ્રાઇવેટ અને સિવિલ હોસ્પિટલમાં વાયરલના નોંધપાત્ર કેસ નોંધાઈ રહ્યા છે.એક દિવસમાં અંદાજીત 7 હજાર વાયરલના કેસ નોંધાઈ રહ્યા હોય તેવું અનુમાન છે.
તો બીજી તરફ એક જ દિવસમાં UHC અને CHCમાં 1500 જેટલા કેસ નોંધાયા છે. બેવડી ઋતુના લીધે પાણી અને મચ્છરજન્ય રોગો પણ ઉથલો મારી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં પણ પાણીજન્ય રોગોમાં વધારો નોંધાયો હતો. તો હાલમાં ઝાડા ઉલ્ટીના – 241 કેસ, કમળાના 199, ટાફોઈડના 227 ડેન્ગ્યુના – 253 કેસ નોંધાયા છે. બીજી તરફ રોગચાળો વધતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને યોગ્ય કામગીરી હાથ ધરાઈ છે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
