News of Friday, 7th November 2025
૮-૯ જાન્યુઆરીએ કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે
પ્રથમ દિવસે સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો યોજાશે : દ્વિતીય દિવસે MSME કોન્કલેવ યોજાશે, જેમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ કરનારા વિવિધ માઇક્રો તથા સ્મોલ એકમોને પાંચ શ્રેણીમાં એવોર્ડ એનાયત કરાશે

અમદાવાદ,તા.૦૭: રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચારઝોનમાં ‘‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ''નું આયોજન કર્યું છે. જેના અનુસંધાને ઉત્તર ગુજરાત વાઈબ્રન્ટ કોન્ફરન્સ પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે હવે, ૮-૯મી, જાન્યુઆરીએ રાજકોટમાં કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ ગુજયાતી રિજનલ કોન્ફરન્સ યોજાશે. આ ઝોનમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટ ખાતે યોજાનારી આ બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વિગેરે વિવિધ આયામી આયોજનો હાથ ધરવામાં આવશે. કોન્ફરન્સના દ્વિતીય દિવસે એટલે કે, ૯મી જાન્યુઆરીએ MSME કોન્કલેવ યોજાશે. જેમાં માહિતીસભર સેમિનારો, પેનલ ડિસ્કશન, એક્ઝિબિશન તથા વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
આ કોન્ફલેવમાં કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનમાં સમાવિષ્ટ ૧૨ જિલ્લામાં સ્થિત અને ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ કરનારા વિવિધ માઈક્રો તથા સ્મોલ એકમોને આ મુજબની કુલ પાંચ શ્રેણીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં, (૧) ૫૧ ટકા કે તેથી વધુ મહિલાઓની માલિકી ધરાવતા એકમોમાં મહિલા ઉદ્યોગ સાહસિક (૨) ૩૫ વર્ષથી નાની વયના ઉદ્યોગકારોના એકમો-યુવા ઉદ્યોગ સાહસિક (૩) અનુસૂચિત જાતિ ઉદ્યોગ સાહસિક અનુસૂચિત જનજાતિ ઉદ્યોગ સાહસિક (૫) જે ઉદ્યોગકારોનો આ દર્શાવેલી ૧થી ૪ કેટેગરીમાં સમાવેશ થતો નથી તેવા ઉદ્યોગકારો-એકમોનો જનરલ કેટેગરી એવોર્ડમાં સમાવેશ કરાશે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય અને પાત્રતા ધરાવતા પ્લ્પ્ચ્ એકમો ઉપરોક્ત એવોર્ડ માટે શ્રેણી મુજબ અરજી કરી શકે છે. જે સંદર્ભે વધુ માહિતી માટે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
