News of Friday, 7th November 2025
ધરમપુર ચિંતન શિબીરઃ ભુપેન્દ્રભાઇની ઉપસ્થિતીમાં વિકાસકામોની થશે સમીક્ષા
મંત્રી મંડળના સભ્યો મુખ્ય સચિવ, જીલ્લા કલેકટર સહિત ર૧૧ આઇએસ હાજર રહેશે

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગરઃ તા.૭, ગુજરાત સરકારની ૧૨મી ચિંતન શિબિર આગામી તારીખ ૨૭ થી ૩૦ નવેમ્બર સુધી વલસાડના ધરમપુર ખાતે રાખવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી,મંત્રી મંડળના સભ્યો,સચિવો,તમામ જીલ્લાના કલેકટરો,વિકાશ કમિ‘રો સહિત ૨૧૧ જેટલા IAS અધિકારીઓ સામેલ થશે.
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગઈકાલે પરિપત્ર દ્વારા ચિંતન શિબિરમા હાજર રહેવા તમામ સચિવો,જિલ્લા કલેક્ટરો,કમિશનરો તથા ૨૧૧ જેટલા અધિકારીઓને હાજર રહેવા સૂચના આપી દીધી છે.
રાજ્યની આ ૧૨ મી ચિંતન શિબિર યોજાવા જઈ રહી છે ત્યારે આ ચિંતન શિબિરથી રાજ્યના વહીવટી તંત્રને વધુ ચેતનવંતૂ કરવા સાથે તેમના અનુભવો, વિકાસના કામોમાં મળેલ સફળતા-મુશ્કેલીઓ સહિતની સમૂહમાં ચર્ચા કરી તેમાંથી પ્રેરણા લઈ રાજ્યનો ખરા અર્થમાં વિકાસ થાય તેમ જ પ્રજાના કામનો ઝડપથી કેમ ઉકેલ આવે એ માટે ચિંતન કરવામાં આવશે.મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાનાર ચિંતન શિબિરમાં અપેક્ષિત અધિકારીઓ અનિવાર્ય કારણોસર જો ગેરહાજર રહેવાના હશે તો તેમણે મુખ્ય સચિવની પૂર્વ મંજૂરી લેવી પડશે ધરમપુર ખાતે પહોંચવા માટે પોતાને ફાળવવામાં આવેલ સરકારી કારને બદલે ટ્રેનમાં પહોંચવાનું રહેશે ૨૭ થી ૨૯ નવેમ્બર સુધી યોજાનાર આ ચિંતન શિબિરની જાણ તમામને કરી દેવામાં આવી છે અને ફરજિયાત હાજર રહેવા ફરમાન પણ કરવામાં આવ્યું છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
