તા. ૨૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૪ ગુરૂવાર
News of Friday, 7th November 2025
લીલો દુષ્કાળ જાહેર કરોઃ અમરેલી કોંગ્રેસ દ્વારા આવેદન
પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના દ્વારા ભાજપ સામે આક્રોશ

(અરવિંદ નિર્મળ- ઇકબાલ ગોરી દ્વારા) અમરેલી- સાવરકુંડલા તા.૭: અમરેલી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતીના હોદેદારોએ અમરેલી કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવીને માવઠાથી નુકશાન અંગે વળતર- સહાય આપવા માંગણી કરી છે.
ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના પૂર્વ નેતા પરેશ ભાઈ ધાનાણી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અને પૂર્વ નેતા પ્રતાપભાઈ દુધાત, નરેશભાઈ દેવાણી, હસુભાઈ સૂચક, ટીકુભાઈ વરૂ, વલ્લભભાઈ જીજવડીયા, સંદીપભાઈ ધાનાણી વિગેરે એ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ હોદેદારો તેમજ ગ્રામ્ય વિસ્તારના સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો ખેડૂતો વિગેરે હજારો ની સંખ્યા ઉપસ્થિત રહેલ હતા અને બળદગાડા સાથે ટ્રેક્ટર લઈને પલળી ગયેલ કપાસ મગફળી લઈને નેતાઓ પ્રાંત કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું.
કપાસ અને સોયાબીન સહિતની કળષી ઉપજને ઉભા છોડવે જ નવીન કોટા ફુટી જવા, મગફળીના પાથરા તણાઈ જવા, દાણા ફુટી જવા, વરસાદના વહેણમાં તણાઈ જવાના કારણે પાક સહિત પાલાના પશુ ચારાનું સંપૂર્ણ ધોવાણ સહિત અન્ય તમામ કળષી પાકોને ખર્ચ અને ઉપજ સહિત સરેરાશ દરેક વિઘા દીઠ અંદાજીત ઓછામાં ઓછુ રૂ. ૫૦,૦૦૦/-જેટલુ ભારે મોટુ નુકસાન વેઠવાનો વારો આવેલ છે.
કમોસમી વરસાદથી ઉભી થયેલી અતિવળષ્ટિની પરીસ્થીતીમા સમગ્ર જીલ્લામા સત્વરે તાલુકાના દરેક ગામદીઠ પાક નુકસાનીનુ સામુહિક સર્વે પંચરોજકામ કરાવવા, લીલો દુષ્કાળ જાહેર કરાવવા, અમારી પાક નુકસાનીનુ સંપૂર્ણ વળતર ચુકવવા, પાકવીમા યોજના પુનઃ શરુ કરાવવા, ખેતીલાયક પાક ધીરાણનુ સંપૂર્ણ દેવુ માફ કરાવવા, સત્વરે પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરુ કરાવવા, ચાલુ વર્ષે પાક ગુણવતાના સરકારી ધોરણો હળવા કરવા, ટેકાના ભાવે ખેડૂત દીઠ મહતમ ખરીદીની મર્યાદા નાબુદ કરવા, તમામ કળષિ ઉપજોની વિદેશી આયાત સંપૂર્ણ બંધ કરવા, તમામ કળષિ ઉપજો ઉપરના તમામ કરવેરા રદ કરવા, નકલી ખાતર-બિયારણ અને દવા ઉપર નિયંત્રણ લાવવા, પાણી પત્રકની સરકારી રાહે કાયમી નોંધણી કરાવવા, આધુનિક ખેત ઓજારો રાહત દરે ઉપલબ્ધ કરાવવા, નકલી દુધ ઉત્પાદકો ઉપર સત્વરે તવાઈ લાવવા, સેટેલાઈટથી જમીન માપણીની પ્રથા રદ કરવા, અને પશુ ચારાનુ આગોતરુ આયોજન કરવા અંતમાં માંગ કરી છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
