<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

ગુજરાત બ્રહ્મસમાજના ગાંધીનગર શહેર ઉપપ્રમુખપદે હિરેશ જોશીની નિમણુંક

રાજકોટ તા. ૭ : સમસ્‍ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજયકક્ષા)ના ગાંધીનગર શહેર ઉપપ્રમુખ તરીકે હિરેન જોશીની નિમણુંક કરવામાં આવતા ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. હિરેન જોશી વર્ષોથી સમાજ, સંસ્‍કૃતિ, શિક્ષણ અને સેવા ક્ષેત્રે કાર્યરત રહી રૂદ્રસેતુ ફાઉન્‍ડેશન, રિયલ હ્યુમન ટ્રસ્‍ટ, આર્યવર્ત ફિલ્‍મ્‍સ, કલાવૃંદ ચેરીટેબલ ટ્રસ્‍ટ જેવી સંસ્‍થાઓના માધ્‍યમથી સમાજ ઉત્‍થાન માટે યોગદાન આપી રહ્યા છે. આ નિમણુંક બદલ ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ ડો. અશ્વિનભાઇ ત્રિવેદી, પ્રદેશ સંયોજક ડો. યજ્ઞેશભાઇ દવે, મહામંત્રી મનોજ જોશી (ગાંધીનગર જિલ્લા), પ્રદેશ યુવા પ્રમુખ પાર્થભાઇ રાવલ, મીડિયા કન્‍વીનર સંજય પંડયા સહીત ગુજરાત બ્રહ્મસમાજના પદાધિકારીઓએ હિરેન જોશી (મો.૮૫૧૧૩ ૩૧૧૧૧)ને શુભેચ્‍છા પાઠવી છે.

(2:25 PM IST)