News of Friday, 7th November 2025
ગુજરાત રાજય વિકાસ લોન ૯ ડિસેમ્બરનાં ચુકવાશે
૯ ડિસેમ્બર બાદ આ લોન ઉપર કોઇ વ્યાજ મળશે નહિ

અમદાવાદ, તા., ૭: ગુજરાત સરકારના નાણાવિભાગના જાહેરનામા ક્રમાંકઃ જીએન-૪૦-ઓએમબી-૧૦-૨૦૧૫-૧૬૫-ડીએમઓ તારીખઃ ડિસેમ્બર ૦૪, ૨૦૧૫ અનુસાર જે ૮.૨્રુ ગુજરાત રાજય વિકાસ લોન, ૨૦૨૫ તારીખઃ ડિસેમ્બર ૦૯, ૨૦૨૫ ના રોજ તેની બાકી રહેતી લોનની રકમ વત્તા તારીખઃ ડિસેમ્બર ૦૮, ૨૦૨૫ સહિતના લેણાં વ્યાજ સાથે દાર્શનિક કિંમતે ચુકવવામાં આવશે.જો તે દિવસે કોઈપણ રાજય દ્વારા વટાઉખત અધિનિયમ, ૧૮૮૧ હેઠળ રજા તરીકે જાહેર કરવામાં આવશે તો તે લોન ચુકવણા અધિકારી મારફતે આગળના ચાલુ દિવસે ચુકવાશે. તા. ડિસેમ્બર ૦૯, ૨૦૨૫ અને ત્યારબાદ આ લોન ઉપર કોઇપણ વ્યાજ મળવાપાત્ર રહેશે નહીં.
સરકારી જામીનગીરી વિનિયમો-૨૦૦૭ના પેટા-વિનિયમ ૨૪(૨) અને ૨૪(૩) મુજબ સહાયકારી સામાન્ય ખાતાવહી કે અંગભૂત સહાયકારી હિસાબ કે શેર ઙ્કમાણપત્રના સ્વરૂપમા ધારણ કરેલ સરકારી જામીનગીરીના નોંધાયેલ ધારક ને પાકતી મુદતે ઉપજની ચૂકવણી તેના બેંક ખાતાની સુસંગત વિગતોને સમાવિષ્ટ કરતા ચૂકવણી હુકમથી કે વિજાણું માધ્યમો મારફત ભંડોળ મેળવવાની સુવિધાઓ ધરાવતી કોઇપણ બેંકમા ધારક (ખાતેદાર)ના ખાતામાં જમા કરીને કરી શકાશે. જામીનગીરીઓની બાબતમા ચૂકવણી કરવાના હેતુ માટે, મૂળ બચતદાર કે પછી આવી સરકારી જામીનગીરીઓ ધરાવતા અનુગામી ધારકો, અથવા તો કેસની સ્થિતિ મુજબ, બેંક અથવા તિજોરી અને પેટા-તિજોરી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની શાખા કે જ્યાં તેઓને વ્યાજની ચૂકવણી માટે મુખાંકીત કરવામાં આવ્યા હોય / નોંધવામા આવ્યા હોય, અથવા તો કેસની સ્થિતિ મુજબ તેઓના બેંક ખાતાની સુસંગત વિગતો રજૂ કરશે. તેમ છતાં, બેંકની સુસંગત વિગતો/વિજાણુ માધ્યમો મારફત ભંડોળ મેળવવા માટેના આદેશના અભાવે, અંતિમ તારીખે પુનઃચૂકવણીને સરળ બનાવવા માટે ૮.૨્રુ ગુજરાત રાજય વિકાસ લોન, ૨૦૨૫ નો હિસ્સો ધરાવતા ધારકોએ ૨૦ દિવસ પહેલાં જાહેર દેવા કચેરી ખાતે તેઓની જામીનગીરીઓ રજૂ કરવી/જમા કરવી. પુનઃચૂકવણી માટે રજૂ કરાયેલ/જમા કરાયેલ જામીનગીરીઓ, તેની ઉલટી બાજુ પર નીચે મુજબની યોગ્ય ચૂકવણી થયાની નોંધ કરવી.
સરકારી તિજોરીનું કામ કરતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાની શાખાઓએ જામીનગીરીઓ સ્ટોક સર્ટીફીકેટના રૂપમાં હોય તો તેવી જામીનગીરીઓ તિજોરી અથવા પેટાતિજોરીઓમાં નહીં પરંતુ સંબંધિત બેન્કની શાખામાં રજુ કરવાની રહેશેએ ખાસ ધ્યાનમાં રાખવું.
જામીનગીરીઓ ચુકવણી માટે જયાં રજુ કરવામાં આવતી હોય તે સિવાયના અન્ય સ્થળોએ ચુકવણી મેળવવા ઇચ્છતા હોય તેવા જામીનગીરીઓ ધારણ કરનારાઓએ વિધિસર શેરો અને દરખાસ્ત કરીને સંબંધિત પબ્લિક ડેન્ટ ઓફીસને રજિસ્ટર્ડ અને વીમો ઉતરાવેલ ટપાલ દ્વારા મોકલવી.પબ્લીક ડેન્ટ ઓફીસ કોઇપણ તિજોરી, પેટાતિજોરી અથવા ગુજરાત રાજયમાં સરકારી તિજોરીનું કામકાજ કરતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાની શાખા ખાતે ચુકવવાપાત્ર ડ્રાફટ કાઢી આપીને ચુકવણી કરશે તેમ અરવિંદ વી.ગુજરાત સરકારના સંયુકત સચિવ, નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
