News of Friday, 7th November 2025
હિંમતનગર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકામાં હલ્લાબોલ બિસ્માર રોડ રસ્તા, ગટર-પાણી મુદ્દે વિરોધ : ભારે સુત્રોચાર
પાલિકામાં પ્રમુખના ચેમ્બર આગળ બેસીને રામધુન બોલાવી :પાલિકા પ્રમુખના ચેમ્બરના દરવાજાના પર આવેદનપત્ર ચીપકાવ્યું.

સાબરકાંઠાના હિંમતનગર કોંગ્રેસ સમિતિ ધ્વારા નગરપાલિકામાં હલ્લાબોલ કરાયું હતું. શહેરમાં બિસ્માર રોડ રસ્તા, ઉભરાતું ગટરનું પાણી અને ખરાબ પીવાનું પાણીની સમસ્યાને લઈને વિરોધ કરાયો હતો. કોંગ્રેસ સમિતિ પાલિકામાં પહોચી કામગીરી અને ભાજપના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા. પાલિકામાં પ્રમુખના ચેમ્બર આગળ બેસીને રામધુન બોલાવી હતી. પાલિકા પ્રમુખના ચેમ્બરના દરવાજાના પર આવેદનપત્ર ચીપકાવ્યું. પાલિકાના કર્મચારીને આવેદનાપત્ર આપી ગંદા પાણીના બાટલા આપ્યા. હતા
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
